Difference between revisions 209127 and 512866 on guwiki

{{delete}}{{infobox person/Wikidata
 | fetchwikidata = ALL
 | onlysourced = no
}}
શતાનંદ સ્વામી [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નાં એક મહાન સંત હતા. સંપ્રદાયનો અતિ પ્રસિદ્ધ ગ્રન્થ [[શ્રી સત્સંગી જીવન]] તેમની જ રચના છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ સંતનું નામ એક સિદ્ધ ત્રિકાલજ્ઞ સંત તરીકે પ્રસિદ્ધ છે અને રહેશે. સંતવર્યનું જન્મસ્થાન માતા સીતાદેવીની જન્મભુમિ 'મિથિલા' નગરી છે. પિતા વિષ્ણુદત્તના આંગણે બાલ્યાવસ્થામાં વેદ વેદાંત પુરાણો અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. મેઘાવી નિજબાળકના ત્વરિત શાસ્ત્રાભ્યાસથી માતા-પિતા અતિસંતુષ્ટ થયા પણ  બાળકનો અસંતોષ વધવા લાગ્યો. તેમણે વેદ વેદાંત વેદ્ય પરબ્રહ્મના સાક્ષાત્કારનો સંકલ્પ કર્યો. માતા-પિતાએ મમતાનું કવચ ઉતારી બાળકને શિરે આશિર્વાદનું છત્ર ધરી દીધું. પુર્વજન્મનો કોઇ બલિષ્ઠ સંસ્કાર તેમને ગૃહત્યાગ કરાવીને બદરીનારાયણ સુધી લઇ આવ્યો.<br />બદરીનારાયણ એક એવી ભુમિ છે કે જ્યા ભગવાન નર નારાયણ સદૈવ નિવાસ કરીને રહે છે. શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધનો નિત્ય પાઠ કરીને માત્ર છ મહિનામાં ભગવાન નરનારાયણનો સાક્ષાત્કાર પામ્યા. ભગવાને પ્રસન્ન થઇને વર માંગવાનું કહ્યું ત્યારે 'આ સ્વરુપ નિત્ય મારી દ્રષ્ટી સમક્ષ રહો, જેથી હું તમારા ગુણગાન કરી શકું, સેવા કરી શકું' આટલું વરદાન માંગું છું .<br /> ભગવાન મંદ હાસ્ય કરીને બોલ્યા મુનિવર, એ વર પામવા તમારે ગુજરાતમાં પાંચાલ દેશમાં જવું પડશે. અત્યારે હું આ અવનિમાં મનુષ્યરુપે સ્વામિનારાયણ નામે વિચરુ છું, ત્યાં જશો તો જરુર તમારી ઇચ્છા પુર્ણ થશે. આટલું કહીને ભગવાન અંતર્ધ્યાન થયા.
મુનિવર શતાનંદ સ્વામી બદરીનારાયણથી ગુજરાત તરફ રવાના થયા. વિક્રમ સંવત ૧૮૬૭માં ગુજરાતમાં ચરોતર પ્રદેશના ડભાણ ગામે આવ્યા. અંહિ ભગવાન શ્રી સ્વામિનારાયણ વિરાટ વિષ્ણુયાગ કરી રહ્યા હતા. યજ્ઞમાં જ ભગવાન સ્વામિનારાયણ સાથે મુનિવરનું મિલન થયું. ઇતિહાસની ગવાહી પ્રમાણે આ પ્રસંગે જ તેઓએ દિક્ષા પણ્ લીધી અને ચરિત્રગાન કરવા માટે આજ્ઞા પણ માંગી ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું, મુનિવર આજ આપ અમારી સાથે ગઢપુર પધારો, ત્યાં આપને અનુકુળ એકાંત જ્ગ્યા મળશે અને મારી જ કૃપાથી આપને ત્રિકાળનું જ્ઞાન પણ પ્રાપ્ત થશે.<br />ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી પ્રાપ્ત સમાધિદશામાં તેમને ભગવાનના બાલ્યકાલ વિગેરેના દર્શન થવા લાગ્યા. તેમને માત્ર અતીતનું જ નહિ ભવિષ્યનું પણ જ્ઞાન પ્રાપ્ત થતાં તેમણે ભગવાન પાસે ગ્રંથ રચના કરવાની અનુમતિ પ્રાપ્ત કરીને ગ્રંથ રચના શરુ કરી. તેમણે જે રચના કરી તે ભગવાન શ્રી સ્વામિનારાયણ આગળ રજુ કરીને ભગવાને સ્વયં તે ગ્રંથને પોતાને મસ્તકે ધારણ કર્યો અને [[ગોપીનાથજી મહારાજ]]ના મંદિરને પાંચ પ્રદિક્ષણા ફર્યા. આ ગ્રંથ સર્વ સત્સંગીઓના જીવનરુપ હોવાથી સત્સંગિજીવન નામે પ્રસિદ્ધ છે. તેની અનેક આવૃતિઓ પ્રકાશિત થઇ છે. આ ગ્રંથમુળ સંસ્કૃતભાષામાં છે, પણ તેનો ગુજરાતી અનુવાદ પણ થયો છે.<br />શતાનંદ સ્વામીએ આ ગ્રંથની સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણના ૧૦૦૦ નામવાળું [[સર્વમંગલસ્તોત્ર]], ૧૦૮ નામવાળુ [[જનમંગલસ્તોત્ર]]અને [[શિક્ષાપત્રી]]ની ટીકા આદિ ગ્રંથો પણ રચ્યા છે. તેમનો  ગ્રંથ અને સ્તોત્ર; બન્ને અદ્વિતીય છે.
[[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]]
[[શ્રેણી:ધાર્મિક સાહિત્યકાર]]
[[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]]