Difference between revisions 263236 and 317796 on guwiki

{{delete|કારણ=[[હિડિંબા]]ની નકલ}}
'''હિડિંબ''' [[મહાભારત]]માં જણાવ્યા અનુસાર તે સમયમાં એક રાક્ષસ હતો, જેણે પોતાની બહેન [[હિડિંબા]] સાથે વનમાં રહેતો હતો.  હિડિંબા કાલી માતાની ભક્ત હતી, અને તે પ્રતિદિન ચઢાવાના રૂપમાં એક મનુષ્યની બલિ માતાને  આપતી હતી. એક દિવસ હિડિંબ બહેન માટે માનવ બલિ હેતુ વનવાસરત પાંડવ ભાઈઓમાંથી એક [[ભીમ]]ને પકડી લાવ્યો. હિડિંબા ભીમને જોઇ તેના પર મોહિત થઇ ગઈ, અને ભીમને કહેવા લાગી કે તેણી પોતાના ભાઈ હિડિંબથી  ભીમને બચાવીને કોઇ દૂર સ્થાન પર મોકલી દેશે. જ્યારે ઘણો સમય થવા છતાં પણ હિડિંબા માનવ બલિ માટે ભીમને લઇને નહીં આવી, ત્યારે હિડિંબ પોતાની બહેન પાસે પહોંચ્યો અને ભીમ સાથે વિહાર કરતી હિડિંબાને મારવા માટે દોડ્યો. ત્યાં ભીમે તેને લલકાર્યો અને એનો વધ કર્યો. ત્યારબાદ ભીમ અને હિડિંબાએ ગાંધર્વ વિવાહ કર્યા. ત્યારબાદ હિડિંબાએ [[ઘટોત્કચ્છ]] નામક પુત્રને જન્મ આપ્યો. 

[[શ્રેણી:મહાભારત]]
[[શ્રેણી:હિંદુ ધર્મ]]