Difference between revisions 317614 and 317615 on guwiki

હાલમાં ડોન ચોક અને મેઘાણી  સર્કલ વચ્ચે આવેલું સાઈબાબા નું મંદિર એ વર્ષો પહેલા ત્રિકોણ આકારનો નગરપાલીકાનો ખાલી પ્લોટ હતો  અને તે સમયે અને હાલના મંદિર ના મુખ્ય દરવાજા  સામે ડો.વિજયશકરનો  બંગલો હતો આ બંગલામાં ડો.પોતે અને તેના ભાડૂતો ત્રિકમ જેઠવા,ઓતીબેન વાણંદ .રસોયા મહારજ ,નાનું પટાવાળો એમ પરીવારો વસતા હતા સામે રામનિવાસ મકાન હતું. આ ખાલી પ્લોટનો ઉપયોગ તે સમયે બાળકો રમવા માટે કરતા હતા ત્યાર બાદ કેશુભાઈ  ત્રિવેદી કે જેઓ સાઈ ભક્ત  હતા અને દર ગુરુવારે રામદાસ આશ્રમમાં તેસો પોતાના સાથીદારો સાથે સાઈબાબા ના  ભજનનો કાર્યક્રમ કરતા હતા તેમને નગરપાલિકાએ આ પ્લોટ સાઈ મંદિર બનાવવા  માટે આપ્યો હતો. અને ત્યાર પછી આ જગ્યાનો વિકાસ થયો અને હાલનું સાઈ મંદિર બન્યું.