Difference between revisions 421690 and 421713 on guwiki

{{delete}}
== પુર્વ ભૂમિકા ==

જેમ [[ગાંધીજી]]ના જીવન વિષે કંઇક કહેવું હોય તો [[મહાદેવભાઈ દેસાઇ]]ના નામનો અનાદર ના કરી શકાય તેવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ માટે કંઇ પણ વિધાન કરીએ ત્યારે આ શુકાનંદ સ્વામીના નામનો અનાદર ના કરી શકાય એવા મહાન સંત હતા.આજે સમગ્ર સંપ્રદાયમાં તેમનું  નામ ખુબ જ આદર સાથે લેવાય છે. દાસત્વના દસ્તાવેજ જેવી જીંદગી જીવીને ભગવાન શ્રી સ્વામિનારાયણના જમણા હાથનું બિરુદ પામનારા સંતોમાં આ એક જ નામ છે. તેમણે  આજીવન ભગવાન સ્વામિનારાયણના અંગત સચિવપદે સેવા આપેલી છે. સાંપ્રદાયિક સાહિત્યમાં પણ તેઓએ ખૂબ મહત્વનું યોગદાન આપેલું છે.jay swaminarayn

== જન્મ તથા શિક્ષા ==

તેમનો જન્મ વિ. સં. ૧૮૫૫માં ડભાણ ગામમાં પવિત્ર ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાળપણનું નામ 'જગન્નાથ' હતું. મેધાવી પ્રતિભાથી તેમણે સમગ્ર પરિવારને એક કૂતુહલમાં તરતો કરી દીધો હતો. સકૃદ્ ગ્રાહી સ્વભાવના કારણે સૌ અધ્યાપકોને તેમને વિદ્યાભ્યાસ કરાવવામાં વિષેશ રુચિ રહેતી. ડભાણમાં રહી વિદ્યાભ્યાસ કરતાં આ ઓજસ્વી બાળક જગન્નાથને ભગવાન સ્વામિનારાયણના સંતોનો યોગ થયો. શબ્દબ્રહ્મમાં પારંગત બનવાની સાથે સાથે પરબ્રહ્મ પ્રાપ્તિ માટે મનોમન નિર્ણય કર્યો. ડભાણમાં સ્વામિનારાયણ ભગવાનના ભક્તો - સંતોના પરિચયના કારણે એકવાર તેઓ ગઢપુર આવે છે અને ભગવાન સ્વામિનારાયણને ભેટી પડે છે. સંસ્કૃત ભાષા પર તેમનું ખુબ સારુ  પ્રભુત્વ હતું.

[[Category:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]]
[[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]]