Difference between revisions 512640 and 757995 on guwiki

{{infobox person/Wikidata
 | fetchwikidata = ALL
 | onlysourced = no
}}

'''શ્રીમતી હંસાબેન મહેત'''નો જન્મ તા. ૦૩-૦૭-૧૮૯૭ના રોજ [[સુરત]] મુકામે થયો હતો. તેઓ [[ભારત]]ની યુનિવર્સિટીમાં સૌ પ્રથમ મહિલા ઉપકુલપતિ તરિકે નિમાયા હતા. હંસાબહેને ૧૯૧૩માં મેટ્રિકની પરીક્ષા વિશેષ યોગ્યતાથી પસાર કરતાં તેમને ‘ચેટફિલ્ડ પુરસ્કાર’ તથા અન્ય ઇનામો મળ્યાં હતા. ફિલોસોફી વિષય સાથે વડોદરાની કૉલેજમાં ભણી સ્નાતક થયા. પત્રકારત્વના અભ્યાસ માટે તેઓ ૧૯૧૯માં ઇંગ્લેન્ડ ગયાં, ત્યાં સરોજીની નાયડુ સાથે તેમની મુલાકાત થઇ હતી. ત્યાંથી [[યુ.એસ.એ.|અમેરિકા]] અને [[જાપાન]] થઇ ભારત આવ્યા. ત્યારબાદ [[ડો. જીવરાજ નારાયણ મહેતા|ડૉ. જીવરાજ મહેતા]] સાથે લગ્ન કર્યા.

મુંબઇ રહી તેમણે ‘ભગિની સમાજ’ તથા ‘નેશનલ કાઉન્સિલ ફોર વિમેન’ સંસ્થામાં મંત્રી તરીકે રહી સમાજસેવાનાં કાર્યો પણ કર્યા. ૧૯૩૦માં દાંડીકૂચમાં પણ ભાગ લીધો હતો. ૧૯૪૬માં તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં ઉપકુલપતિ બન્યા. આમ તેઓ યુનિવર્સિટીના ઉપકુલપતિ બનનાર પ્રથમ મહિલા હતા.

{{સ્ટબ}}

[[શ્રેણી:વ્યક્તિત્વ]]