Difference between revisions 683929 and 683931 on guwiki{{Infobox Person | bgcolour = #EEDD82 | નામ = લાદિમીર લેનિન | ફોટો= | મૂળનામ = Vladimir Ilyich Lenin <br />Влади́мир Ильи́ч Ле́нин | જન્મ તારીખ = ૨૨ એપ્રિલ ૧૮૭૦ | જન્મ સ્થળ = સીમ્બિર્સ્ક, રશિયન રજવાડું | મૃત્યુ તારીખ= ૨૧ જાન્યુઆરી ૧૯૨૪ (ઉંમર ૫૩) | મૃત્યુ સ્થળ = ગોરકી, રશિયા SFSR, સોવિયેત રશિયા | રાષ્ટ્રીયતા = સોવિયેત રશિયન | ચળવળ = [[બોલ્શેવિક ક્રાંતિ]] | હસ્તાક્ષર = Unterschrift_Lenins.svg }} '''વ્લાદિમીર ઇલીચ લેનિન''' (રશીયન: Влади́мир Ильи́ч Ле́ни) [[રશિયા]]માં બોલ્શેવિક ક્રાંતિના પ્રણેતા અને ક્રાન્તીકારી સામ્યવાદી નેતા જેમણે ૧૯૧૭ની ક્રાન્તીની આગેવાની કરી હતી. એમનો જન્મ તારીખ [[એપ્રિલ ૨૨|૨૨ એપ્રીલ]], ૧૮૭૦ ના રોજ [[રશિયા]]માં થયો હતો.<ref>{{Cite web|url=https://howlingpixel.com/i-gu/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BF%E0%AA%AE%E0%AB%80%E0%AA%B0_%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A8|title=વ્લાદિમીર લેનિન - Howling Pixel|website=howlingpixel.com|accessdate=2019-11-13}}</ref>વ્લાદિમીર ઇલિચ ઉલિયાનોવ, જેને લેનિન તરીકે પણ ઓળખવામાં આવે છે (૨૨ એપ્રિલ ૧૮૭૦ – ૨૧ જાન્યુઆરી ૧૯૨૪ ) એક રશિયન સામ્યવાદી ક્રાંતિકારી, રાજકારણી અને રાજકીય સિદ્ધાંતવાદી હતા. લેનિન રશિયામાં બોલ્શેવિક્સ લડાઈના નેતા તરીકે પ્રખ્યાત બન્યા. તેઓ ૧૯૧૭ થી ૧૯૨૪ સુધી સોવિયત રશિયાના અને ૧૯૨૨ થી ૧૯૨૪ સુધી સોવિયત સંઘના પણ "સરકારના વડા" હતા. તેમના વહીવટ હેઠળ, રશિયા અને ત્યારબાદ વિશાળ સોવિયત સંઘ પણ, રશિયન સામ્યવાદી પક્ષ દ્વારા નિયંત્રિત એક પક્ષીય સામ્યવાદી રાજ્ય બન્યું. લેનિન વિચારધારા થી માર્કસવાદી હતા, અને લેનિનિઝમ નામથી પ્રચલિત રાજનીતિક સિદ્ધાંતને વિકસાવ્યો. સિનવિર્સ્કમાં શ્રીમંત મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મ થયો . ૧૮૮૭માં જ્યારે તેમના મોટા ભાઈને મૃત્યુદંડની સજા આપવામાં આવી ત્યારે તેમણે રશિયાની ક્રાંતિકારી સમાજવાદી રાજનીતિ સ્વીકારી. રશિયન સામ્રાજ્યની ઝાર સરકારના વિરોધમાં ભાગ લેવા બદલ તેમને કઝન શાહી યુનિવર્સિટીમાંથી કાઢી મુકવામાં આવ્યા, અને પછીના વર્ષોમાં તેમણે કાયદાની ડિગ્રી મેળવી. તેઓ ૧૮૯૩ માં સેન્ટ પીટર્સબર્ગ ગયા અને ત્યાં એક વરિષ્ઠ માર્ક્સવાદી કાર્યકર બન્યા. ૧૮૯૭ માં તેમની રાજદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી, અને ત્રણ વર્ષ માટે શૂસનસ્યેકમાં દેશનિકાલ કરવામાં આવ્યો, જ્યાં તેમણે નાડેજદા કૃપકાયા સાથે લગ્ન કર્યા. દેશનિકાલ પછી, તેઓ પશ્ચિમ યુરોપ ચાલ્યા ગયા, જ્યાં તેઓ માર્ક્સવાદી રશિયન સોશિયલ ડેમોક્રેટિક લેબર પાર્ટી (આરએસડીએલપી) માં અગ્રણી સિદ્ધાંતવાદી બન્યા. ૧૯૦૩ માં તેમણે આરએસડીએલપીના વૈચારિક વિભાગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, અને તે પછી તેમણે જુલિયસ માર્ટોવના મેન્શેવિક્સ ગ્રુપ સામેના બોલ્શેવિક જૂથનું નેતૃત્વ કર્યું હતું. ૧૯૦૫માં રશિયાની અસફળ ક્રાંતિ દરમિયાન બળવાને પ્રોત્સાહન આપ્યા પછી, તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન એક અભિયાન શરૂ કર્યું, જેને યુરોપ વ્યાપી સર્વસામાન્ય ક્રાંતિમાં ફેરવવાનું હતું, કારણ કે એક માર્ક્સવાદી તરીકે તેઓ માને છે કે આ વિરોધ મૂડીવાદને ઉથલાવી નાખશે, અને સમાજવાદની સ્થાપનાનું કારણ બનશે. ૧૯૧૭ ની ફેબ્રુઆરી ક્રાંતિ પછી, જ્યારે ઝારને રશિયાથી દૂર કરવામાં આવ્યો અને એક કામચલાઉ સરકારની સ્થાપના થઈ, ત્યારે તેઓ રશિયા પાછા ફર્યા. તેમણે ઓક્ટોબર ક્રાંતિમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં બોલ્શેવિકોએ નવા શાસનને ઉથલાવી દીધું હતું. તે એક કટ્ટરવાદી સામ્યવાદી હતો. ==જીવન== વ્લાદિમીર ઇલિચ લેનિનો જન્મ સિનિવર્સ્ક નામના સ્થળે થયો હતો અને તેનું અસલી નામ " ઉલ્યાનોવ " હતું. તેના પિતા શાળાઓનાં નિરીક્ષક હતા જેમનો ઝુકાવ લોકશાહી મંતવ્યો તરફ હતો. તેની માતા, જે ડૉક્ટરની પુત્રી હતાં, સારી શિક્ષિત મહિલા હતી. 1886 માં પિતાના અવસાન પછી, ઘણા પુત્રો અને પુત્રી ધરાવતા મોટા પરિવારનો ભાર લેનિનની માતા પર પડ્યો. આ ભાઈ-બહેનો શરૂઆતથી જ ક્રાંતિવાદના અનુયાયી બનવા લાગ્યા. વૃસ્ટર ભાઈ એલેક્ઝાંડરને ઝારની હત્યાના કાવતરામાં સામેલ થવા બદલ ફાંસી આપવામાં આવી હતી. {{સ્ટબ}} All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikipedia.org/w/index.php?diff=prev&oldid=683931.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|