Revision 209122 of "બ્રહ્માનંદ સ્વામી" on guwiki

{{delete}}
== પુર્વ ભુમિકા ==
<br />બહ્માનંદ સ્વામી સ્વામિનારાયનીય અષ્ટકવિઓમાં એક અનોખું સ્થાન ધરાવે છે.સ્વામીજી સ્વાભાવે રમુજી હતા. કવિત્વ તેમને કુદરતિ બક્ષિશમાં મળેલી અણમોલ ભેટ હતી.સ્વામીજી આ સંપ્રદાયમા માત્ર કવિ તરિકે જ નહિ પણ એક ઉત્તમ સ્થાપત્યવિદ તરીકે પ્રસિદ્ધ છે.તેમના કવિત્વ અને સ્થાપત્યો પર શોધગ્રંથો લખાય રહ્યા છે.ગુર્જર ગિરાની સેવામાં ૮૦૦૦ હજારથી વધુ પદો અર્પણ કરનાર આ કવિનું નામ ગુજરાતી સાહિત્યના અંધારામાં અટવાયેલું છે. આજે આ સંપ્રદાય પાસે સ્વામી બ્રહ્માનંદજી દ્વારા રચિત સાહિત્યનો રસથાળ છે જે આજથી  ૧૦૦ વર્ષ  પહેલા સંવત  ૧૯૫૮ માં  [[બ્રહ્માનંદ કાવ્ય]]ના નામથી પ્રકાશીત થયેલો.આજ સુધિમાં તેની ઘણી આવૃત્તીઓ પણ પ્રકાશિત થઇ છે.
== જન્મ અને વિદ્યાભ્યાસ ==

<br />કવિરાજનો જન્મ રાજસ્થાનમાં આબુની તળેટીમાં આવેલા ''ખાણ''ગામમાં થયો હતો. તેમના પિતા બારોટ હતા.માતા લાલબાઇ અને પિતા શંભુદાનાના આંગણે આવેલા આ બાળકનું નામ ''લાડુદાન" રાખવામાં આવ્યું. પુર્વના સંસ્કારના બળથી કવિ નાનપણથી જ દોહ છંદની રચનાઓ કરતા.ઉદયપુરના રાણાને ત્યા લગ્ન પ્રસંગે પિતા શંભુદાનની સાથે ગયેલા લાડુદાનજીએ થોડા દોહા-છંદ લલકાર્યા. આ બાળકમાં તે સમયે રાણાને કોઇ વિલક્ષણ પ્રતિભાના દર્શન થયા અને તેમના આગ્રહથી પિતાએ લાડુદાનજીને કચ્છની પાઠશાળામાં પિંગળના અભ્યાસ માટે મુક્યા. ૮ વર્ષ સુધી કચ્છમાં પિંગળનો અભ્યાસ કરિને લાડુદાનજી સ્વદેશ જવા રવાના થયા ત્યારે ધમડકાના રાજ દરબારમાં પહોંચ્યા.ત્યાની રાજસભામાં પોતાની આગવી કવિત્વ શક્તિના ઓજસ પથરાયા.ત્યારબાદ જુનાગઢ,જામનગર ,જયપુર ,બીંકાનેર વિગેરે રાજ્યોમાંથી ભારે સત્કાર અને શિરપાવ મેળવ્યા.ભાવનગરના નરેશ વજેસિંહજી એ કવિને ખાસ આમંત્રણ આપીને તેડાવ્યા,તેમની કવિત્વ શક્તિ અને વાક્ છટાથી પ્રભાવિત થઇને રાજકવિ તરીકે રહેવાની ઓફર કરી. આ સમયે તેમને એક સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તનો ભેંટો થાય છે.
== ભગવાન સ્વામિનારાયણ સાથે  મિલન અને દીક્ષા ==
રાજા મહારાજાઓને પોતની અદ્ભુત કવિત્વ શક્તિથી પ્રભાવિત કરનાર લાડુદાનજીને આ નવા ધર્મ વિષે કળિયુગના ચિહ્ન દેખાયા. તેઓ આ નવા દેખાતા આ તિલકથી કુતુહલવશ તેમને વાત પુછે છે અને ત્યારે સ્વામિનારાયણ નામ પ્રથમવાર સાંભળે છે. કવિ લાડુદાનજી વિદ્યા,યુવાની અને રાજસન્માનના મદમાં હતા.તેમણે કહ્યુ કલિયુગમાં ભગવાન ન હોય , જે છે તે પાખંડ છે .એતો ભોળા લોકોને નમાવે અમે ન માનિયે.
<br />વાત વાતમાં આ કવિ લાડુદાનજી ત્યાંથી ગઢડા ભગવાન શ્રી સ્વામિનારાયણની પરીક્ષા લેવા ગયા.મીઠાની કોથળી પાણીમાં એકરસ થાય તેમ પ્રથમ દર્શનમાં જ કવિ આનંદથી ઝુમી ઉઠ્યા અને ''આજની  ઘડી રે ધન્ય આજની ઘડી,મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી'' આ પદની રચના કરિને ફકીરી લઇ લીધી. સંવત ૧૮૬૧ની આસપાસના સમય ગાળામાં આ યુવાન કવિ ભગવાન શ્રી સ્વામિનારાયણને શરણે થયા.પ્રથમ તેમનું નામ શ્રીરંગદાસ હતું તેમની ઘણી રચનાઓ તે નામે પણ જોવા મળે છે.૧૮૬૧ થી ૧૮૮૮ સુધિ કવિરાજ આ સંપ્રદાયના અદના સેવક બનીને રહ્યા છે .તેમણે કવિતાઓની સાથે વડતાલ,જુનાગઢ,મુળિ વિગેરે મંદિરો પણ તેમની દેખરેખ નીચે જ બાંધવામાં આવ્યા છીયે. તેઓ શીધ્રકવિ હતા તેમણે આ સંપ્રદાયને વિપુલ સાહિત્ય આપ્યું છે.તેમની પ્રમુખ રચનાઓ નીચે પ્રમાણે છે.

== પ્રસિદ્ધ રચનાઓ ==

# સંપ્રદાય પ્રદીપ
#સુમતિ પ્રકાશ
# નીતિ પ્રકાશ
# ચાંદ્રાયણ પ્રારંભ
# ધર્મવંશ પ્રકાશ
# વિવેક ચિંતામણી 
# ઉપદેશ ચિંતાણી 
# બ્રહ્મ વિલાસ
# [[શિક્ષાપત્રી]] -દોહા ચોપાઇ

[[Category:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]]
[[શ્રેણી: ધાર્મિક સાહિત્યકાર]]
[[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]]