Revision 303995 of "લિંભોઇ" on guwiki

'''લીંભોઇ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા [[સાબરકાંઠા જિલ્લો| સાબરકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા [[મોડાસા| મોડાસા તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. લીંભોઇ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[નોકરી]], [[વેપાર]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]], [[જીરુ| જીરુ]], તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[ઉચ્ચતર માધ્યમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

લીંભોઇ એ સાબરકાંઠા જીલ્લાનું એક આગવું ગામ છે. આ ગામ ''મોડાસા'' તાલુકામાં આવેલું છે. તે મોડાસાથી આશરે ૧૨ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. લીંભોઇ એ આશરે ૭૦૦ ઘર ની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં દરેક જ્ઞાતિના લોકો જેમકે પટેલ, વાણીયા, બ્રાહ્મણ, દરજી, હરીજન વગેરે સૌ સંપીને વસે છે. આ ગામ શૈક્ષણિક અને આર્થિક રીતે સદ્ધર ગામ છે. આ ગામના ઘણા નાગરિક રાજકીય અને સામાજિક વિકાસ માટે કાર્યશીલ છે.

== ભૌગોલિક દ્રષ્ટિએ ==

ભૌગોલિક રીતે પણ આ ગામ ખુબ સુંદરતા ધરાવે છે. ગામ થી માત્ર ૧.5 k.m. ના અંતરે મેશ્વો નદી આવેલી છે. ગામમાં દાખલ થતા જ સુંદર રીતે બંધાયેલું લાલેરું તળાવ સૌનું ધ્યાન ખેચે છે. ગામનો ચોરો અને સુંદર રીતે બંધાયેલું રામજી મંદિર રામ રાજ્યની યાદ અપાવે છે. આખું ગામ સુંદર રીતે બંધાયેલા પાકા રસ્તા વડે જોડાયેલું છે. ગામની એક બાજુ એ અરવલ્લીની ગિરિમાળા આવેલી છે, જે ગામની સુંદરતામાં વધારો કરે છે. આ ગિરિમાળાની તળેટીમાં નાગણેશ્વરી માતાનું એક સુંદર મંદિર આવેલું છે, જે સાબરકાંઠા જિલ્લાનું એક ફરવા લાયક સ્થળ ગણાય છે. આ મંદિર પર રજાના દિવસે પર્યટન માણવા ઘણા લોકો દુર દુરથી આવે છે.

== રાજકીય દ્રષ્ટીએ ==

લીંભોઇ ગામ એ જીલ્લા અને રાજ્યના રાજકારણમાં આગવું સ્થાન ધરાવે છે. કોઈ પણ ચુંટણી વખતે સમગ્ર ગામ રાજકીય અખાડામાં ફેરવાઈ જાય છે. ગામમાં દરેક પક્ષના નેતા હોવાને કારણે ચુંટણી વખતે ગામની હાલત જોવા જેવી હોય છે. આ નાનકડા ગામે બે જુદા જુદા પક્ષના ધારાસભ્ય ઉપરાંત એક જીલ્લા પ્રમુખની ભેટ આપેલી છે. હાલમાં પણ ગામના ઘણા નાગરિકો વિવિધ રાજકીય હોદ્દા પર બિરાજમાન છે. પરંતુ આ રાજકીય સંબંધો અને ઉતાર ચઢાવ એ દૂધના ઉભરાની જેમ ક્ષણિક હોય છે. ગામના વિકાસ માટે તમામ નેતા એક બનીને યોગદાન આપે છે.

== શૈક્ષણિક દ્રષ્ટિએ ==

તમામ રીતે આગળ આ ગામ શૈક્ષણિક ક્ષેત્રે પણ વિકસિત છે. ગામના પૂર્વજોએ સંતાનોને શિક્ષણ મળે એ માટે તનતોડ મહેનત કરીને આ ગામમાં બે [[પ્રાથમિક શાળા]] અને એક હાયર સેકન્ડરી સ્કૂલની સ્થાપના કરી હતી. જુના કાળમાં જયારે લોકો દીકરીને ભણાવવાની કલ્પના પણ નહોતા કરતા, તે વખતે આ ગામના વડીલોએ કન્યા શાળાની સ્થાપના કરી હતી. ગામના ઘણા વિદ્યાર્થીઓ એ વિવિધ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરેલ છે. આ ગામના ઘણા નાગરિકોએ શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ સંસ્થાનોમાં ઘણા ઉચ્ચ સ્થાનો પર સેવા આપી છે.

[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[શ્રેણી:મોડાસા તાલુકો]]