Revision 315955 of "નાનાચેખલા" on guwiki

{{delete|કારણ=Duplication see [[નાના ચેખલા]]}}
નાનાચેખલા એ તલોદ તાલુકાનું બહુ વિકસીત અને સાક્ષરોનું કહી શકાય તેવું ગામ છે.૬૦૦૦ની વસતી અને ૧૮૦૦ મતદારો ધરાવતા આ ગામમાં સરકારી નોકરીયાતોનું પ્રમાણ ઘણું મોટું છે.રજ્ય સરકારશ્રી દ્વારા પ્રયોજિત તમામ યોજનાઓ ગામમાં લાવવામાં આવી છે.ગ્રામજનો એકંદરે ધાર્મિક પ્રકૃતિના છે.ગામમાં બ્રહ્માણી માતાજી,હનુમાનજી ,જોગણી માતાજી અને આશાપુરા માતાજીના ભવ્ય મંદીર આવેલા છે. ગામમાં જોગણી માતાના મંદીરે દર રવિવારે અને પુનમે દર્શનાર્થે આસપાસના ગામોમાંથી હજારો શ્રદ્ધારુઓ આવે છે.ગામના તમામ નોકરીએ જતા કર્મચારીઓ હંમેશા બ્રહ્માણી માતાજીના દર્શન કરી કામે જવાની સંદર ટેવ અહીં જોવા મળે છે.ગામમાં જુથ પ્રાથમિક શાળા,આંગણવાડી,પંચાયત ઘર,પંખી ઘર,કોમ્યુનિટી હોલ, દુધ મંડળી વગેરે આવેલા છે.ગામમાં લગભગ તમામ જ્ઞાતિઓ પરસ્પર  સંપથી રહે છે.અહીં ઘરફોડ ચોરી અને ઝઘડાઓ જવલ્લે જ બને છે.ગામના વૃદ્ધો સાંજના સમયે પ્રફુલ્લિત સ્મિત સાથે મંદીર આગળ બેઠેલા જોવા મળશે.