Revision 316779 of "અલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ" on guwiki

{{delete|કારણ=Duplicate of [[એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ]]}}
'''અલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ''' એટલે ટેલીફોન શોધક એમ આપણે સૌ જાણીએ છીએ. પણ આ મુઠ્ઠી ઉંચેરો માનવી પ્રારંભીક રીતે એક શિક્ષક હતો, જીવનભર શિક્ષણ તેમના રસના કેન્દ્ર સ્થાને રહેલું હતું, તેમજ તેઓ આજીવન સંશોધક રહ્યા હતા.


તેમના પિતાએ બધીર લોકો માટેની અવાજ આધારિત લીપી વિકસાવવા અને ભણાવવા પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તે વારસો અલેક્ઝાન્ડરે પણ જાળવી રાખ્યો હતો. પહેલાં લંડન અને પછી બોસ્ટનમાં તેઓ આના શિક્ષણ અને સંશોધનમાં જોડાયેલા હતા.
અંધ, બધીર અને મુક વિદુશી હેલન કેલરના તે શિક્ષક થઈ શક્યા હોત, પણ પ્રારંભના તે ગાળામાં તેઓ ટેલીફોનની શોધમાં એટલા વ્યસ્ત હતા કે, તે કામ તે ન સ્વીકારી શક્યા. છતાં હેલન માટે ‘એની સુલીવાન’ જેવી કાર્યદક્ષ અને પ્રતિબધ્ધતાવાળી શીક્ષીકાની વ્યવસ્થા તેમણે કરી આપી હતી. જીવનભર તેમણે હેલનના વિકાસમાં રસ લીધો હતો. માટે જ હેલને પોતાની આત્મકથા તેમને અર્પણ કરેલી છે.
તેમની મુક અને બધીર પત્ની પણ પ્રારંભમાં તેમની વિદ્યાર્થીની હતી.  
અમેરિકાના બધીરોને બોલતા કરવાના શિક્ષણના એસોસીયેશનના ( સ્પીચ થેરાપી) તે સ્થાપક હતા, અને જીવનભર તેની સાથે સક્રીય રીતે સંકળાયેલા હતા.
તેમની બીજી એક શોધ ‘ફોટોફોન’ સફળ થઈ ન હતી, પણ તે આધુનીક સેલફોન અને ફાઈબર ઓપ્ટીક કેબલની પુરોગામી શોધ હતી.
તેમને માણસને ઉડતા કરવામાં બહુ રસ હતો. તેમણે ગ્લાઈડર વિકસાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા. ઓરવીલ અને વીલ્બર રાઈટ ભાઈઓએ પહેલું વિમાન નવેમ્બર – ૧૯૦૩માં ઉડાડ્યું તેના સાત દિવસ  પહેલાં તેમણે આનો સફળ પ્રયોગ કર્યો હતો.
બંદુકની ગોળીથી ઘવાયેલાના શરીરમાં ગોળી ક્યાં છે તે શોધવા માટેનો બુલેટ – પ્રોબ તેમણે વિકસાવ્યો હતો. તે ક્ષ- કીરણો પહેલાંની ટેક્નોલોજી હતી.
નેશનલ જ્યોગ્રોફીકલ સોસાયટીના સ્થાપક શ્રી. ગાર્ડીનર હબ્બાર્ડ તેમના  સસરા હતા. જ્યારે તે સામાયિક બંધ  થવાના આરે હતું ત્યારે તેઓ તેના પ્રેસીડેન્ટ બન્યા હતા. પોતાની આગવી સુઝથી તે સામાયિકનને ખોટ કરવામાંથી તેમણે ઉગાર્યું હતું.
અમેરિકામાં જ્યારે  બાળકોનું શિક્ષણ સાવ ઉપેક્ષીત હતું ત્યારે, તેમણે જર્મનીની મોન્ટેસરી પધ્ધતી અમેરીકામાં અપનાવવામાં આવે તે માટે અથાગ પ્રયત્નો કર્યા હતા.
હાઈડ્રોફોઈલની સફળ ડીઝાઈન તેમણે વિકસાવી હતી, જે સ્પીડબોટમાં વપરાય છે. એમના જીવનની તે અંતિમ શોધ હતી.

[[શ્રેણી:વિજ્ઞાન]]
[[શ્રેણી:વૈજ્ઞાનિક]]