Difference between revisions 10469 and 11500 on guwikisourceમથુરા શે'રની રાંગે સંન્યાસી ઉપગુપ્ત કો'

સંકોડી ઈન્દ્રિયો સર્વે એક રાત સૂતો હતો.

૧

પવનમાં પુરદીપ ઠરેલ છે,

જનતણાં ગૃહદ્વાર બીડેલ છે;

ગગનના ભર શ્રાવણ-તારલા

ઘનઘટા મહીં ઘોર ડુબેલ છે.

(contracted; show full)આંહીં તારાં પુનિત પગલાં કેમ થાયે, દયાળા ?’

બોલે યોગી: ‘વિસરી ગઈ શું કોલ એ, વાસુદત્તા !

તારા મારા મિલનની સખિ ! આજ શૃંગારરાત્રી.’

ઝર્યાં પુષ્પો શિરે એને, કોકિલા ટહુકી ઉઠી,

પૂર્ણિમારાત્રિની જાણે જ્યોત્સ્નાછોળ છલી ઉઠી.

[[શ્રેણી:ગુજરાતી]]⏎
[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]
This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.