Difference between revisions 10508 and 11538 on guwikisourceઆવી આવી વગડા વીંધી વેલ્ય જો ! ઘૂઘરીએ ઘમઘમતા આવ્યા ઘોડલા; આજ ફળી અંતરની એકલ આશ જો, મીઠલડી માવડીએ આણાં મોકલ્યાં. મેં જાણ્યું જે ભૂલી મુજને માત જો, બાપુને અંતરથી છૂટી બેટડી; ભાભલડીના ઉરનો ભાળી ભાવ જો, બંધવડે વિસારી એની બહેનડી. શેરડીએ વીરાનો શીળો સાદ જો, શીળા એને ઉર શોભે સંદેશડાં. મીઠાં મીઠાં મહીયર કેરાં માન જો,
મહિયરનાં મારગડાં મનને મીઠડાં.
સાસુજી આપોને અમને શીખ જો,
ભાવભર્યા એ ભાંડરડાંને ભેટવાં.
જોશું જોશું વહાલેરી વનવાટ જો,
જોશું રે મહિયરનાં જૂનાં ઝાડવાં.
જોશું જોશું દાદાનો દરબાર જો,
કાળજડે રમતાં એ ગઢનાં કાંગરા.
મીઠો વરસે માવલડીનો મેહ જો,
નહાશું એના ઝરમર ઝરતાં નીરમાં.
સામો મળશે સાહેલીનો સાથ જો,
આંખલડીના આંસુ આદર આપતાં.
વાતલડીનો વધતો વેગ વિશાળ જો;
મીઠાં કૈક મનોરથ મનમાં મ્હાલતાં.
વસમી લાગે ભવની લાંબી વાટ જો,
મહીયરને મારગડે શીળી છાંયડી;
પળપળ પીવાં કૈંક જગતનાં ઝેર જો;
માડીનાં કરમાંય સજીવન સોગઠી.
[[શ્રેણી:ગુજરાતી]]⏎ [[શ્રેણી:દામોદર બોટાદકર]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikisource.org/w/index.php?diff=prev&oldid=11538.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.