Difference between revisions 10520 and 11550 on guwikisourceએજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.

આવકારો મીઠો આપજે રે.

એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,

બને તો થોડું કાપજે રે...

માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.

એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.

આવકારો મીઠો...

“કેમ તમે આવ્યા છો ?” એમ નવ કહેજે રે.

એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.

આવકારો મીઠો...

‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,

એજી એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે.

આવકારો મીઠો...

[[શ્રેણી:લોકગીતો]]⏎
[[શ્રેણી:ગુજરાતી]]
This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.