Difference between revisions 10528 and 11557 on guwikisourceઆવ્યો અષાઢ ગાઢ આભલાં છવાયા,

હે.. આંસુડે ચીર સહુ ભીંજાયા,

સુહાગી દેવ એવાં, અષાઢરાજ માયા હો તારી.

ચંદાને સૂર્યમાં જ્યાં સદા સમાણાં,

હે આંખોના તેજ હો હોલાણાં

સુહાગી દેવ એવાં, અષાઢરાજ માયા હો તારી.

પૃથ્વીનાં પુણ્ય જ્યાં પ્રકાશતાં મેં દીઠાં,

હે.. આત્મામૃત કોશ ત્યાં એ મીંઠા,

સુહાગી દેવ એવાં, અષાઢરાજ માયા હો તારી.

વિશ્વના વિલાસ જે મૂર્તિમાં બિરાજે,

હે.. નાચે નેણ કેહ બાજે,

સુહાગી દેવ એવાં, અષાઢરાજ માયા હો તારી.

હૈયાંના મેઘનો હીંચે છેજી હીંડોળો,

હે.. આશાનો એક બોલ બોલો

સુહાગી દેવ એવાં, અષાઢરાજ માયા હો તારી.

[[શ્રેણી:ગુજરાતી]]⏎
[[શ્રેણી:નાનાલાલ]]
This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.