Difference between revisions 10650 and 11674 on guwikisource

કટાયેલું અને બુઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું

કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હ્ર્દય મારું!

ગમીના જામ પી હરદમ, ધરી માશૂક! તને ગરદન;

ન ખંજરથી કર્યા ટુકડા, ન જામે ઈશ્ક પાયો વા!

પછી બસ મસ્ત દિલ કીધું, ઉઘાડી ચશ્મ મેં જોયું;

સિતમગર હોય તું મારો, ખરો ઉસ્તાદ છે પ્યારો!

ગુલોમેં બાગ ના તોડી, દીધાં સૌ ધૂળમાં ચોળી;

(contracted; show full)લગાવી શૂલ હૈયે મે, નિચોવી પ્રેમ દીધો છે!

હવાઈ મ્હેલના વાસી, હમે એકાન્તદુ:ખવાહી!

હમોને શોખ મરવાનો, હમારો રાહ છે ન્યારો!

ખુવારીમાં જ મસ્તી છે, તમે ના સ્વાદ ચાખ્યો એ;

હમોને તો જગત ખારું થઈ ચૂક્યું થઈ ચૂક્યું !

[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કલાપી]]
[[શ્રેણી:કલાપીના કાવ્યો]]