Difference between revisions 10677 and 11701 on guwikisourceગોવિંદો પ્રાણ અમારો રે

મને જગ લાગ્યો ખારો રે

મને મારો રામજી ભાવે રે

બીજો મારી નજરે ન આવે રે

મીરાંબાઈના મહેલમાં રે

હરિસંતનનો વાસ

કપટીથી હરિ દૂર વસે

મારા સંતન કેરી પાસ

રાણોજી કાગળ મોકલે રે

દેજો મીરાંને હાથ

સાધુની સંગત છોડી દ્યો તમે

વસોને અમારે સાથ

મીરાંબાઈ કાગળ મોકલે રે

દેજો રાણાજીને હાથ

રાજપાટ તમે છોડી રાણાજી

વસો રે સાધુની સાથ

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે

દેજો મીરાંને હાથ

અમૃત જાણી મીરાં પી ગયાં

જેને સહાય શ્રી વિશ્વનો નાથ

[[શ્રેણી:ગુજરાતી]]⏎
[[શ્રેણી:મીરાંબાઈ]]
This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.