Difference between revisions 10692 and 11715 on guwikisource

ચંદ્રીએ   અમૃત  મોકલ્યાં   રે બહેન

ફુલડાં કટોરી ગૂંથી લાવ :

જગમાલણી રે બહેન

અમૃત અંજલિમાં નહિ  ઝીલું રે બહેન

અંજલિમાં ચાર ચાર ચારણી રે બહેન

અંજલિયે છૂંદણાંના  ડાઘ :

જગમાલણી રે બહેન

અમૃત અંજલિમાં નહિ  ઝીલું રે બહેન

ઝીલું  નહિ  તો  ઝરી  જતું  રે બહેન

ઝીલું  તો  ઝરે  દશધાર :

જગમાલણી રે બહેન

અમૃત અંજલિમાં નહિ  ઝીલું રે બહેન

ફુલડાંમાં  દેવની  હથેળીઓ  રે બહેન

દેવની  કટોરી  ગૂંથી  લાવ :

જગમાલણી રે બહેન

અમૃત અંજલિમાં નહિ  ઝીલું રે બહેન

[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:નાનાલાલ]]