Difference between revisions 10742 and 11765 on guwikisource

તેર વર્ષો સુધી ભારતમાં સતત પદયાત્રા ચાલી. કંઈક શાશ્વત કાર્ય આગળ ચાલતું રહે એ દ્રષ્ટિએ મેં છ આશ્રમોની સ્થાપના કરી. આ આશ્રમોએ સારાં લોકોપયોગી કામો કર્યા છે એ કહેતાં મને ખુશી થાય છે.

આશ્રમોને મેં ‘લેબોરેટરીના પ્રયોગ’ કહ્યા છે. પ્રયોગશાળા બજારમાં નહીં, એકાંત સ્થાનમાં ખોલાય છે, પરંતુ એમાં જે પ્રયોગ થાય છે એમના માટે જે સામગ્રી એકઠી કરાય છે તે બધી સામાજિક હોય છે. પ્રયોગ તો ‘કંડિશન્ડ’ પરિસ્થિતિમાં કરાય છે પરંતુ એમાંથી નીકળનારા પરિણામ આખા સમાજને લાગુ પડાય છે.

(contracted; show full) સમૂહ સાધનાના વિચારપૂર્વક બહેનોનું બ્રહ્મવિદ્યા મંદિર પણ શરૂ કરી રહ્યો છું. કેટલા ઉંડાણપૂર્વક આ ચીજનું ચિંતન કરી રહ્યો ઉં, એ હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શક્તો. ઘર છોડતી વખતે ચિત્તમાં જેટલી ઉત્કટતા હતી આજે એનાથી ઓછી નથી અનુભવી રહ્યો. પરંતુ હવે બ્રહ્મવિદ્યાનો સંકલ્પ નથી રહ્યો. પૂર્ણ થયો એટલે એ છૂટી ગયો કે આમ જ ખરી પડ્યો, ભગવાન જાણે! પરંતુ હવે જે તીવ્રતા છે તે સામૂહિક સમાધિની છે. એ દિવસોમાં પણ સમૂહની ભાવના હતી, સામૂહિક રૂપે કાંઈ સેવાકાર્ય કરાય, આવી કાંઈક કલ્પના હતી. પરંતુ આજે સામૂહિક સમાધિની તીવ્ર ભાવના છે.


[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:વિનોબા ભાવે]]
[[શ્રેણી:નિબંધ]]