Difference between revisions 10747 and 11770 on guwikisource

[૧]. વાત્સલ્ય

ગાંધીજીને આખો દેશ બાપુ કહેતો, પણ મને થાય છે કે તેઓ પિતા કરતા વિશેષ તો માતા હતાં. આપણે જ્યારે એમનું સ્મરણ કરીએ છીએ ત્યારે બીજા અનેક ગુણો કરતાં એમનું વાત્સલ્ય જ સાંભરી આવે છે. પુરાતન પરંપરાના ફળરૂપ અને નૂતન પરંપરાનાં બીજરૂપ એક વત્સલ માતા સમાન મહાપુરૂષના દર્શન આપણે બાપુમાં સદા કર્યા છે.

[૨]. સ્થિતપ્રજ્ઞ

(contracted; show full)વા પ્રકારનું નથી, આજે આપણે આપણા જ લોકોમાં રૂપાંતર કરવાનું છે, બીજાપર સ્થૂળ દબાણ જેટલું વધુ પડે એટલો સત્યાગ્રહ વધુ શક્તિશાળી એ વિચાર ભૂલ ભરેલો છે. ખરું જોતા તો દબાણ જેટલું ઓછું તેટલો સત્યાગ્રહ વધુ શક્તિશાળી, આપણી ઈચ્છાશક્તિ જેટલી મજબૂત એટલો સત્યાગ્રહ મજબૂત. ગાંધીજીના વખતના સત્યાગ્રહો વિશે આજે લોકોને જેટલો આદર છે એટલો તેમને પોતાને ન હતો, પ્યારેલાલજીના પુસ્તક લાસ્ટ ફેઝમાં આ વાત કહેવાઈ છે, બાપુ પણ તેમાં ઘણી ઉણપો જોઈ શક્તા હ્તા, તેના દ્વારા જે શક્તિઓ પેદા થઈ એ બધી સારી ન હતી, કારણકે તે નબળાઈઓનો સત્યાગ્રહ હતો.


[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:વિનોબા ભાવે]]