Difference between revisions 12572 and 12991 on guwikisource

==કલાપીના કાવ્યો==
# [[અમે જોગી બધા વરવા]]
# [[આપની યાદી]]
# [[ઇશ્કનો બંદો]]
# [[એક આગિયાને]]
# [[એક ઈચ્છા]]
# [[એક ઘા]]
# [[એક વેલીને]]
# [[ક્રૂર માશૂક]]
# [[ગઝલ-કલાપી]]
# [[ગ્રામમાતા]]
# [[જ્યાં જ્યાં નજર મારી ઠરે]]
# [[નિર્દોષ પંખીને]]
# [[પસ્તાવો]]
# [[પ્રેમીની મૂર્તિપૂજા]]
# [[ફુલ વીણ સખે!]]
# [[બાલક કવિ]]
# [[ભોળાં પ્રેમી]]
# [[રખોપીઆને]]
# [[રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું]]
# [[રે પંખીડા! સુખથી ચણજો]]
# [[વીણાનો મૃગ]]
# [[શિકારીને]]
# [[સ્નેહશંકા]]
# [[સ્મૃતિ]]
# [[હું જાઉં છું ! હું જાઉં છું !]]
# [[હૃદયક્મલની જૂઠી આશા]]
#

==કાવ્ય કંડિકાઓ==


*દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?

ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:

જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!



*મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;

હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !



*કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,

કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.



*પ્રેમીએ પ્રેમી જાતાં કો બીજાથી પ્રેમ જોડવો,

આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે મળે ખરો?

જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો

બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.



*પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,

કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.



*ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,

નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.



*દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી,

અરે ! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?



*રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,

લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.



*હા ! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.



*ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,

જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !



*હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !

મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?



*વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !

માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !



*સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,

સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.


'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;<br>
નહિ તો ના બને આવું;' બોલી માતા ફરી રડી.<br>



'''[[w:gu:કલાપી|કલાપી]]'''


[[category:સર્જક]]