Difference between revisions 12733 and 12739 on guwikisource

{{header
 | title      = [[સૌરાષ્ટ્રની રસધાર ]]
 | author     = ઝવેરચંદ મેઘાણી‎
 | translator = 
 | section    = ઓળીપો
 | previous   = [[વલીમામદ આરબ]]
 | next       = [[કરિયાવર]]
 | notes      = 
}}

પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો બસ, એક જ રઢ લાગી ગઈ છે. બાપોદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી માટીના થર ખોદી રહી હોય છે, ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ઊંડી ચાલી જાય છે. વટેમાર્ગુ જોતાં જોતાં ચેતવતાં જાય છે, 'રૂપી, ભેખડ પડશે ને તુંને દાટી દેશે, હો બેટા!'

(contracted; show full)"રૂપી! રૂપી! રૂપી!" ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા. જવાબમાં ધુબ્બાંગ! દેતી રૂપી ધૂનામાં કૂદી પડી. ઓઢણામાં બાંધેલા પથ્થરોએ એને તળિયે સંતાડી રાખી. પણ નથુડો તો ન જ આવ્યો.

"રૂપી! રૂપી! રૂપી!" પોકારતી મા ધૂનાના કાંઠે આવી. રાતનાં નીર બડબડિયાં બોલાવતાં જાણે હાંસી કરતાં હતાં કે 'રૂપીની મા! દીકરીને ઓળીપાના દુઃખમાંથી બરાબર ઉગારી, હો!'


[[ઝવેરચંદ મેઘાણી]]

[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]