Difference between revisions 12741 and 14525 on guwikisource

{{header
 | title      = [[સૌરાષ્ટ્રની રસધાર ૪]]
 | author     = ઝવેરચંદ મેઘાણી‎
 | translator = 
 | section    = શેત્રુંજીને કાંઠે
 | previous   =
 | next       =
 | notes      = 
(contracted; show full)
"ઢોલરા, તેં તો એવી કરી છે કે મારું ચામડું ઊતરડી તારી સગતળિયું નખાવું તોય તારો ગણ ન જાય ! અને તારા જેવા આયરને મારી બોનું ન દઊં તો હું કોને દઈશ?"

"પણ, ભાઇ બે -"

"બોલ મા !"


<poem>
દીકરિયું દેવાય, વઉવું દેવાય નહિ,</br>
એક સાટે બે જાય, ઢાલ માગે તોય ઢોલરો
</poem>

"ઢોલરા, ભાઇ, દીકરીઓ તો દેવાય, પણ પોતાની પરણેતરને પાછી આણીને સોંપી દેવી, એ તો મોટા જોગીજતિથીય નથી બન્યું. હું બે આપું છું, તોપણ તારી ઢાલ(તારું લેણું) તો મારા ઉપર બાકી જ રહેલી જાણજે."

ઘડિયાં લગન લેવાયાં. થડોથડ બે માંડવા નખાયા. એકમાં દેવરા અને આણલદેની જોડ બેઠી. બીજામાં ઢોલરો અને દેવરાની બે બહેનોની ત્રિપુટી બેઠી. જોડાજોડ વિવાહ થયા. અને પછી તો પાંચ છોકરાં ને છઠ્ઠી ડોશી છયે માનવીની છાતીઓમાં સુખ ક્યાંય સમાયાં નહિ, છલકાઇ ગયાં. સહુએ સાથે બેસીને જુવારનો ખીચડો ખાધો.

[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]