Difference between revisions 16525 and 16527 on guwikisource

{{header
 | title      = [[આમુખ]]
 | author     = ગિજુભાઈ બધેકા
 | translator = 
 | previous  = [[આ તે શી માથાફોડ !/બે બોલ|બે બોલ]]
 | next       = [[આ તે શી માથાફોડ !/૧. રડતું છાનું રાખવું|૧. રડતું છાનું રાખવું]]
 | notes      = 
}}
(contracted; show full)

પુસ્તકનાં પ્રસંગોમાં પન કરવા જેવુ અને ન કરવા જેવું, સચો નિર્ણય અને ખોટો નિર્ણય, બાળકો સાથે કામ પાડવાની સાચી રીતો અને ખોટી રીતો વગેરેને એવા સુંદર વિવિધરંગી રંગોમાં ઉઠાવવામાં આવ્યાં છે કે વાચકના મનમાં એની એક સચોટ છાપ પડી જાય. 


છેવટે મુ. ગિજુભાઇના શબ્દોમાં જ કહીએ તો "સારી આલમનાં માબાપો ! તમને જે માથાફોડ લાગે છે તે માથાફોડ જ નથી. તમારી તબિયત ઠેકાણે રાખીને જુઓ. એટલે માથાફોડ ટળી જઇ ને કાંઇક બીજું જ દેખાશે. " મુ. ગિજુભાઇનો આ 'બીજું જ' બતાવવાનો હેતુ તો જ સફળ થાય કે માબાપો આ વાંચી પોતની રોજિન્દી માથાફોડોમાં કાંઇક રાહત મેળવે, કાંઇક બાળકને સમજતાં શીખે, કાંઇક ગિજુભાઇની દ્રષ્ટિથી જોતાં શીખે. આજના ઘરે ઘરના ક્લેશ, કંકાસ, અશિસ્તના વાતાવરણને ઓછું કરવું હોય તો આ મથાફોડોનો વિચાર કર્યા વિના ચાલે તેમ જ નથી. તો જ બાળક અને માબાપનુ જીવન કાંઇક સુસંગિત એકતાએ ચાલતું બનશએ.

-- નરેન્દ્ર બધેકા

(અપુર્ણ)