Difference between revisions 8064 and 8065 on guwikisource{{header | title = કે ઝઘડો લોચનમનનો | author = દયારામ | translator = | section = | previous = | next = | notes = }} લોચનમનનો રે ! કે ઝઘડો લોચનમનનો!
રસિયા તે જનનો રે ! કે ઝઘડો લોચનમનનો !
પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ?
મન કહે, ‘લોચન તેં કરી’, લોચન કહે, ‘તારે હાથ.’
નટવર નિરખ્યા નેન ! તેં સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યુ મુજને, લગન લગાડી આગ !’
‘સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન’
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયુ મન.
‘ભલું કરાવ્યું મેં તને, સુંદરવરસંજોગ.
મને તજી તું નિત મળે, હું રહું દુઃખવિજોગ !’
‘વનમાં વ્હાલાજી કને, હું ય વસું છું નેન !
પણ તુંને નવ મેળવે, હું નવ ભોગવું ચેન !’
‘ચેન નથી મન ! ક્યમ તને, ભેટ્યે શ્યામશરીર?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર !’
મન કહે, ‘ધીખું હ્રદે, ધુમ પ્રગટ ત્યાં હોય.
તે તુજને લાગે રે નેન ! તેહથકી તું રોય !’
એ બેઉ આવ્યા બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,
‘મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન કાય.
સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,
દયા પ્રીતમ શ્રીકૃષ્ણશું બેઉ વડેથી પ્રીત.’
[[દયારામ]]⏎ ⏎ [[category:Gujarati]] [[category:ગુજરાતી]] [[category:દયારામ]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikisource.org/w/index.php?diff=prev&oldid=8065.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.