Difference between revisions 8480 and 8481 on guwikisource<poem>
શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
શોધ્યાં સરોવર, શોધી ફૂલવાડીઓ;
શોધી રસકુંજ જ્યામ્ રમેલો;
શોધી આયુષ્યની મ્હોરી અમરાઈઓ,
દેઠો ન દુનિયાં ફોરેલો;
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
ફૂલડે ફૂલડે વસન્ત શો વસેલો,
પાંખડી પાંખડી પૂરેલો;
ભ્રમર ભ્રમર કીધ સંગીરતસોહામણો
પંખીડે પંખીડે પોઢેલો:
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
અડઘેરી પાંદડીઓ વીણતમાં વેરી, ને
આસવ ડોળિયો અમોલો:
હઓઇૈયાના ધૂપ સમો ઊડતો બતાવો કોઈ
જીવન પરાગ જગતઘેલો:
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
[[category:Gujarati]]
[[category:ગુજરાતી]]
[[category:નાનાલાલ]]
This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|