Difference between revisions 9845 and 9873 on guwikisource

{{header
 | title      = ઝૂમણાની ચોરી[[સૌરાષ્ટ્રની રસધાર ૩]]
 | author     = ઝવેરચંદ મેઘાણી
 | translator = 
 | section    = ૧૮. ઝૂમણાની ચોરી
 | previous   = 
 | next       = [[સૌરાષ્ટ્રની રસધાર ૩/૧૭. ચમારને બોલે|૧૭. ચમારને બોલે]]
 | next       = [[સૌરાષ્ટ્રની રસધાર ૩/૧૯. અભો સોરઠિયો|૧૯. અભો સોરઠિયો]]
 | notes      = 
}}

પચાર વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં ‘કાળા ખાચર’ નામના એક કાઠી રહેતા હતા. એને લોકો ‘આપા કાળા’ કે ‘કાળા ખુમાણ’ નામથી પણ બોલાવતા. આપા કાળાને ઘેર આંઠ સાંતીની જમીન હતી, પણ એંશી સાંતીના ધણીને પાલવે એવી પરોણાચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું. એટલે આપો આજ આધેડ અવસ્થામાં પૈસેટકે ડૂબી ગયા હતા. ડેલીએ બેઠાં બેઠાં કસુંબાની કૅફ કરીને કાઠી પોતાનું દુ:ખ વીસરતા હતા. પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વીસરવાનો એકેય ઉપાય નહોતો. મહેમાનોનાં ભાણાં સાચવવાં અને મોળપ કહેવાવા ન દ(contracted; show full)ે મારી માને માથે – ના, મારી માનો શો વાંક ? મારે પોતાને માથે એક હજાર ખાસડાં હોજો ! ડાયરાના ભાઈઓ, આજ આ લાખ રૂપિયાના ગલઢેરાનું મોત બગાડવા હું ઊભો થયો’તો. મારી બાયડીએ એક વાળંદનું કહ્યું માન્યું ! પણ બાયડીને શું કહું ! મેં પોતે જ આવું કાં માન્યું ? પેશાબ કરવા હું ઊભો ન થયો હોત તો આજ આ કાઠીને અફીણ ઘોળવું પડત ને !’ …. પછી ભૂવા આયરે કાળા ખુમાણને બે હાથ જોડી કહ્યું : ‘ભાઈ ! નવું ઝૂમણું તો તમારું જ છે. અને આ બેમાંથી એક ઝૂમણું મારી બે’નને કાપડામાં : આ રૂપિયા એક હજાર ભાઈને વધાવવાના : ના પાડે એને જોગમાયાના સોગંદ છે.’


[[ઝવેરચંદ મેઘાણી]]

[[category:ગુજરાતી]]
[[category:Gujarati]]
[[category:ઝવેરચંદ મેઘાણી]]'''[[સૌરાષ્ટ્રની રસધાર ૩]]'''