Difference between revisions 9848 and 9871 on guwikisource

{{header
 | title      = ચમારને બોલે[[સૌરાષ્ટ્રની રસધાર ૩]]
 | author     = ઝવેરચંદ મેઘાણી
 | translator = 
 | section    = ૧૭. ચમારને બોલે
 | previous   = 
 | next       = [[સૌરાષ્ટ્રની રસધાર ૩/૧૬. કાનિયો ઝાંપડો|૧૬. કાનિયો ઝાંપડો]]
 | next       = [[સૌરાષ્ટ્રની રસધાર ૩/૧૮. ઝૂમણાની ચોરી|૧૮. ઝૂમણાની ચોરી]]
 | notes      = 
}}

વાંકાનેરના દરબારગઢમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢના માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. ઓરડામાં વડારણોનાં ગીતો ગાજે છે, અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડીને વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે. દરબારના કુંવર પરણે છે. વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઊગ્યો છે.

આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક જ માનવીના હૈયામાંથી અફસોસના નિસાસા નીકળી રહ્યા છે. આખી રાત એણે પથારીમાં આળોટી આળોટીને વિતાવી છે : મટકુંયે નથી માર્યું. જાગીને મનમાં મનમાં ગાયા કર્યું કે –

(contracted; show full)

તરવાર સરખી ઊજળી રે ઢોલા !<br />
તરવાર ભેટમાં વિરાજે એ વાલીડા વીરાને,<br />
એવી રે હોય તો પ્રણજો રે ઢોલા નીકર સારેરી પરણાવું રે વાલીડા વીરને<br />

આજે એ ખસતા ગામ તો છેક ભાલમાં ગાંફ રાજની પડખે જ છે. આજુબાજુ ગાંફની જ સીમ છે, અને વાંકાનેર તો ત્યાંથી પચાસ ગાઉ દૂર હશે. છતાં અત્યારે એ ગામ વાંકાનેરને તાબે છે. આજુબાજુ બીજે ક્યાંય એક તસુ જમીન પણ વાંકાનેરની નથી.


[[ઝવેરચંદ મેઘાણી]]

[[category:ગુજરાતી]]
[[category:Gujarati]]
[[category:ઝવેરચંદ મેઘાણી]]'''[[સૌરાષ્ટ્રની રસધાર ૩]]'''