Revision 10495 of "આ શેરી વળાવી" on guwikisource

{{ header
| title      = આ શેરી વળાવી
| author     = નરસિંહ મહેતા
| translator =
| section    =
| previous   =
| next       =
| notes      =

આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને !

આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને.

આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;

દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને… શેરી..

આ દાતણ દેશું દાડમી ઘરે આવો ને

દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને… શેરી..

આ નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,

દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને… શેરી..

આ ભોજન દેશું લાપશી ઘરે આવો ને !

દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને… શેરી..

આ રમત-દેશું સોગઠી ઘરે આવોને,

દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને… શેરી..

આ પોઢણ દેશું ઢાલિયા, ઘરે આવોને,

દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને… શેરી..

આ મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,

હાં રે અમને તેડી રમાડ્યા રાસ, મારે ઘેર આવો ને… શેરી..

'''[[નરસિંહ મહેતા]]'''

[[w:gu:નરસિંહ મહેતા|નરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)]]

[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:નરસિંહ મહેતા]]