Revision 10513 of "આપણી રાત" on guwikisourceઆપણી રાત શરદ પુનમની રઢિયાળી સદા,<br\> મને સાંભરે આપણી રાત સખી! <br\> હસે આકાશે ચંદ્રમા તારા લસે, <br\> મને સાંભરે આપણી રાત સખી! વદને નવજીવન નૂર હતું, <br\> નયને પ્રણયામૃત પૂર હતું,<br\> હૃદયે રસમાં ચકચૂર હતું ,<br\> મને સાંભરે આપણી રાત સખી! ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં પ્રેમી તણી,<br\> કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી,<br\> કલ્પનાની ઈમારત કૈંક ચણી,<br\> મને સાંભરે આપણી રાત સખી! તારું સ્વાર્પણ અંતરમાં જ લહું,<br\> કથા અદ્ ભૂતએ જઈ કોને કહું,<br\> સ્મરના જલ મહીં નિમગ્ન રહું,<br\> મને સાંભરે આપણી રાત સખી! રાત રૂપાળી રૂડી રસાળી હતી,<br\> આશકોની અપૂર્વ દિવાળી હતી,<br\> આખી ઉત્સવ માફક ગાળી હતી!<br\> મને સાંભરે આપણી રાત સખી! પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો,<br\> અંગેઅંગનો ઉત્તમ ભોગ થયો,<br\> અને આખર આમ વિયોગ થયો,<br\> મને સાંભરે આપણી રાત સખી! હસે આકાશે ચંદ્રમા તારા લસે,<br\> મને સાંભરે આપણી રાત સખી!<br\> શરદ પુનમની રઢિયાળી સદા.<br\> મને સાંભરે આપણી રાત સખી!<br\> [[શ્રેણી:ગુજરાતી]] [[શ્રેણી:મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikisource.org/w/index.php?oldid=10513.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|