Revision 10531 of "આષાઢી સાંજનાં અંબર ગાજે" on guwikisource

{{header
| title      = આષાઢી સાંજનાં અંબર ગાજે
| author     = ઝવેરચંદ મેઘાણી
| translator =
| section    =
| previous   =
| next       =
| notes      =

આષાઢી સાંજનાં અંબર ગાજે

અંબર ગાજે,મેઘાડંબર ગાજે !

—આષાઢી.

માતેલા મોરલાના ટૌકા બોલે

ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.—

આષાઢી .

ગરવા ગોવાળિયાના પાવા વાગે

પાવા વાગે,સૂતી ગોપી જાગે.

—આષાઢી .

વીરાની વાડીઓમાં અમૃત રેલે,

અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે

—આષાઢી.

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,

ચૂંદડભીંજે,ખોળે બેટો રીઝે.

—આષાઢી.

આષાઢી સાંજનાં અંબર ગાજે

અંબર ગાજે મેઘાડંબર ગાજે !

[[ઝવેરચંદ મેઘાણી]]

[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]