Revision 10565 of "એકડો સાવ સળેખડો" on guwikisource

{{header
| title      = એકડો સાવ સળેખડો
| author     = રમેશ પારેખ
| translator =
| section    =
| previous   =
| next       =
| notes      = [[:category:બાળગીતો|બાળગીત]]

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,

બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.

તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,

ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,

સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,

એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.

[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:બાળગીતો]]