Revision 10603 of "કાચબોને કાચબી" on guwikisource

કાચબોને કાચબી જળમાં રહેતા

લેતા નારાયણનું નામ…હોવે હોવે

લેતા નારાયણનું નામ

હું તો ભજન કરું છું ગુરુદેવનું

કર્મ સંજોગે બહાર જ નીકળ્યા

પહોંચ્યા પારધીડાને ઘેર…હોવે..હોવે

પહોંચ્યા પારધીડાને ઘેર

હું તો ભજન કરું છું ગુરુદેવનું

લાલ લાલ લુગડામાં લપેટી લીધા

લઈ ગ્યો પારધીડો એને ઘેર

હું તો ભજન કરું છું ગુરુદેવનું

કાચબાને કાચબીને હાંડલીમાં પૂર્યા

ચડાવ્યા ચુલા પર…હોવે..હોવે

ચડાવ્યા ચુલા પર

હું તો ભજન કરું છું ગુરુદેવનુ

કાચબી કહે છે કાચબાને

ક્યાં ગ્યા તમારા રામ?..હોવે…હોવે

ક્યાં ગ્યા તમારા રામ?

હું તો ભજન કરું છું ગુરુદેવનું

બળતી હોય તો બેસ મારી પીઠ પર

હમણાં આવશે રામ…હોવે હોવે

હમણાં આવશે રામ

હું તો ભજન કરું છું ગુરુદેવનું

ઉત્તર દખ્ખણની વાયરી ચઢી

વરસ્યા મુશળધાર વરસાદ…હોવે…હોવે

વરસ્યા મુશળધાર વરસાદ

હું તો ભજન કરું છું ગુરુદેવનું

બહારે થોડો એના ઘરમાં ઝાઝો

હાંડલી તણાતી જાય…..હોવે..હોવે

હાંડલી તણાતી જાય

હું તો ભજન કરું છું ગુરુદેવનું

સંતો હોય તે હરિચરણે જાય

પેલો પાપી તણાતો જાય…હોવે…હોવે

પાપી તણાતો જાય

હું તો ભજન કરું છું ગુરુદેવનું

[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:ભજન]]