Revision 10646 of "ખોબો ભરીને અમે" on guwikisource

{{header
| title      = ખોબો ભરીને અમે
| author     = જગદીશ જોષી
| translator =
| section    =
| previous   =
| next       =
| notes      = [[:category:ગીત]]

ખોબો ભરીને અમે એટલું હસ્યાં

કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં

કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં

અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.

કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?

ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં

કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:ગીત]]