ચંદ્રીએ અમૃત મોકલ્યાં રે બહેન

ફુલડાં કટોરી ગૂંથી લાવ :

જગમાલણી રે બહેન

અમૃત અંજલિમાં નહિ ઝીલું રે બહેન

અંજલિમાં ચાર ચાર ચારણી રે બહેન

અંજલિયે છૂંદણાંના ડાઘ :

જગમાલણી રે બહેન

અમૃત અંજલિમાં નહિ ઝીલું રે બહેન

ઝીલું નહિ તો ઝરી જતું રે બહેન

ઝીલું તો ઝરે દશધાર :

જગમાલણી રે બહેન

અમૃત અંજલિમાં નહિ ઝીલું રે બહેન

ફુલડાંમાં દેવની હથેળીઓ રે બહેન

દેવની કટોરી ગૂંથી લાવ :

જગમાલણી રે બહેન

અમૃત અંજલિમાં નહિ ઝીલું રે બહેન

[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:નાનાલાલ]]
This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.