Revision 10759 of "ઝંડા અજર અમર રહેજે" on guwikisourceતારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયા
પુત્રવિજોગી માતાઓનાં નયનઝરણ ઠલવાયાં
ઝંડા અજર અમર રહેજે
વધ વધ આકાશે જાજે
નહિ કિનખાબ મખમલ મશરૂ કેરી તારી પતાકા
નહિ જરી ને હીરભરતના ભભકા તુજ પર ટાંક્યા
ઝંડા ભૂખરવો તોયે
દિલો કોટિ તુજ પર મોહે
નીલગગનની નીલપ પીતી ઉન્નત તુજ આંખલડી
અરૂણ તણે કેસરિયે અંજન બીજી મીટ મદીલી
ઝંડા શશી દેવે સીંચી
ત્રિલોચન ધવલ આંખ ત્રીજી
કુમળાં બાળ કિશોરો બુઝુર્ગો સહુ તુજ કાજે ધાયા
નર નારી નિર્ધન ધનવંતો એ સબ ભેદ ભૂલાયા
ઝંડા સાહિદ રહેજે હો
રુધિરના બિન્દુ બિન્દુ તણો
તુજને ગોદ લઈ સૂનારાં મેં દીઠાં ટાબરિયાં
તારાં ગીત તણી મસ્તીમાં ભૂખ તરસ વીસરિયાં
ઝંડા કામણ શા કરિયાં
ફિદા થઈ તુજ પાછળ ફરિયાં
તું સાચું અમ કલ્પતરુવર મુક્તિફળ તુજ ડાળે
તારી શીત સુગંધ નથી કો માનસસરની પાળે
ઝંડા જુગ જુગ પાંગરજે
સુગંધી ભૂતલ પર ભરજે
રાષ્ટ્રદેવના ઘુમ્મટ ઉપર ગહેરે નાદ ફરૂકે
સબ ધર્મોના એ રક્ષકને સંત નૃપાલો ઝૂકે
ઝંડા આજ ન જે નમશે
કાલ તુજ ધૂલિ શિર ધરશે આઠે પહોર હુંકારા દેતો જાગૃત રહે ઉમંગી
સાવધ રહેજે પહેરો દેજે અમે ન રહીએ ઊંઘી
ઝંડા સ્વરાજના સંત્રી
રહો તુજ ઝાલર રણઝણતી
[[શ્રેણી:ગુજરાતી]] [[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikisource.org/w/index.php?oldid=10759.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.