Revision 9085 of "મીરાંબાઈ" on guwikisourceમીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરિકે સ્થાપ્યા હતાં અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે. અનુક્રમણિકા [છુપાવો] ૧ જીવન પરિચય ૨ મીરાંબાઈના ગુરુ ૩ રચિત ગ્રંથ ૪ મીરાંબાઈની ભક્તિ ૫ સંદર્ભ ૬ બાહ્ય કડીઓ [ફેરફાર કરો]જીવન પરિચય મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૭માં જોધપુરમાં મેડતા નજીક આવેલા ચોકડી ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો. તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દૃષ્ટી પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો. બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, "મારા પતિ કોણ હશે?" તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, "તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને" મીરાંની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી. નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?)ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં. મીરાંના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બનનુ કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાંના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરાં દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે. પ્રચલિત કથા અનુસાર મીરાં વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામીજી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા હતાં. તેમણે અંદરથી જ કહવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતાં. આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જ એક પુરુષ છે, અહીં આવી જાણ્યુ કે તેમનો એક વધુ પ્રતિદ્વન્દ્વી પેદા થઈ ગયો છે. મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલા પગે બહાર નીકળી આવ્યાં અને ખૂબ પ્રેમથી તેમને મળ્યાં. આ કથાનો ઉલ્લેખ સર્વપ્રથમ પ્રિયદાસની કવિતામાં મળે છે- "વૃન્દાવન આઈ જીવ ગુસાઈ જૂ સો મિલ ઝિલી, તિયા મુખ દેખબે કા પન લૈ છુટાયૌ." [ફેરફાર કરો]મીરાંબાઈના ગુરુ ઘણા લોકોનું માનવું છે કે મીરાંબાઈના કોઈ ગુરુ નહોતા. પરંતુ મીરાંબાઈએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં. આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે) ઉપર તેમનું મન વિરમ્યું. મીરાંબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ કરેલો છે, નહિ મૈં પીહર સાસરે, નહિ પિયાજી રી સાથ' મીરાંને ગોબિંદ મિલ્યા જી, ગુરુ મિલ્યા રૈદાસ. ખોજત ફિરૂં ભેદ વા ઘર કો, કોઇ ન કરત બખાની, રૈદાસ સંત મિલે મોહિં સતગુરુ, દીન્હી સુરત સહદાની, ગુરુ રૈદાસ મિલેં મોહિં પૂરે, ધૂર સે કલમ ભિડી, સતગુરુ સૈન દઇ જબ આકે, જોત મેં જોત રલી. ગુરુ મિલ્યા મ્હાને રૈદાસ્, નામ નહીં છોડું. કાશી નગરના ચોકમાં, મને ગુરુ મિલા રૈદાસ. ગુરુ મિલિયા રૈદાસજી, દીન્હી જ્ઞાન કી ગુટકી [ફેરફાર કરો]રચિત ગ્રંથ મીરાંબાઈએ ચાર ગ્રંથોની રચના કરી બરસી કા માયરા ગીત ગોવિંદ ટીકા રાગ ગોવિંદ રાગ સોરઠ કે પદ આ સિવાય મીરાબાઈના ગીતોનું સંકલન “મીરાબાઈ કી પદાવલી’ નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે. [ફેરફાર કરો]મીરાંબાઈની ભક્તિ મીરાંની ભક્તિમાં માધુર્ય-ભાવ ઘણી હદ સુધી જોઈ શકાય છે. તે પોતાના ઇષ્ટદેવ કૃષ્ણની ધારણા પ્રિયતમ કે પતિના રૂપમાં કરતી હતી. તેમનું માનવું હતું કે આ સંસારમાં કૃષ્ણ સિવાય કોઈ પુરુષ છે જ નહી. તે કૃષ્ણના રૂપની દીવાની હતી [ફેરફાર કરો]સંદર્ભ [ફેરફાર કરો]બાહ્ય કડીઓ વિકિસ્રોતમાં મીરાંબાઈને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે. સ્વર્ગારોહણ : Largest collections of Meera Bai Bhajans in Gujarati Mirabai at Kavita Kosh (Hindi) Short biography Bridal Mysticism: Story of Meerabai By Dr. Jyotsna Kamat All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikisource.org/w/index.php?oldid=9085.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|