Difference between revisions 209127 and 512866 on guwiki

{{delete}}{{infobox person/Wikidata
 | fetchwikidata = ALL
 | onlysourced = no
}}
શતાનંદ સ્વામી [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નાં એક મહાન સંત હતા. સંપ્રદાયનો અતિ પ્રસિદ્ધ ગ્રન્થ [[શ્રી સત્સંગી જીવન]] તેમની જ રચના છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ સંતનું નામ એક સિદ્ધ ત્રિકાલજ્ઞ સંત તરીકે પ્રસિદ્ધ છે અને રહેશે. સંતવર્યનું જન્મસ્થાન માતા સીતાદેવીની જન્મભુમિ 'મિથિલા' નગરી છે. પિતા વિષ્ણુદત્તના આંગણે બાલ્યાવસ્થામાં વેદ વેદાંત પુરાણો અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. મેઘાવી નિજબાળકના ત્વરિત શાસ્ત્રાભ્યાસથી માતા-પિતા અતિસંતુષ્ટ થયા પણ  બાળકનો અસંતોષ વધવા લાગ્યો. તેમણે વેદ વેદાંત વેદ્ય પરબ્રહ્મ(contracted; show full)ને પાંચ પ્રદિક્ષણા ફર્યા. આ ગ્રંથ સર્વ સત્સંગીઓના જીવનરુપ હોવાથી સત્સંગિજીવન નામે પ્રસિદ્ધ છે. તેની અનેક આવૃતિઓ પ્રકાશિત થઇ છે. આ ગ્રંથમુળ સંસ્કૃતભાષામાં છે, પણ તેનો ગુજરાતી અનુવાદ પણ થયો છે.<br />શતાનંદ સ્વામીએ આ ગ્રંથની સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણના ૧૦૦૦ નામવાળું [[સર્વમંગલસ્તોત્ર]], ૧૦૮ નામવાળુ [[જનમંગલસ્તોત્ર]]અને [[શિક્ષાપત્રી]]ની ટીકા આદિ ગ્રંથો પણ રચ્યા છે. તેમનો  ગ્રંથ અને સ્તોત્ર; બન્ને અદ્વિતીય છે.
[[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]]
[[શ્રેણી:ધાર્મિક સાહિત્યકાર]]
[[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]]