Difference between revisions 10744 and 11767 on guwikisource

નાટક: ‘મિથ્યાભિમાન’ (અંક ૪, પ્રવેશ ૧, ભોજન પ્રસંગ)

સ્થળ – રઘનાથ ભટ્ટનું ઘર

દેવબાઈ – ઊઠો, હવે નાહી લો. કંસાર, દાળ, ભાત તૈયાર છે, અને રસ જાય છે.

જીવરામ – અમે સોમનાથ ભટ્ટને કહેલું છે કે અમારે તમારા ઘર ખાવું નથી.

(contracted; show full)
રંગલો – હવે ફરીથી અઘરણી આવશે ત્યારે કંકોતરી મોકલશે.

રઘનાથ – (સોમનાથને હળવે) એ મિથ્યાભિમાનીને હાથ ઝાલીને પેલી શેતરંજી ઉપર લઈ જઈને બેસાડ. એ તો આખી રાત લવારો કરશે.

સોમનાથ – (જીવરામ ભટ્ટને) ચાલો હવે, પાનસોપારી આપું (દોરીને શેતરંજી ઉપર લઈ જઈને બેસાડે છે.)


[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:દલપતરામ]]
[[શ્રેણી:નાટક]]