Difference between revisions 7711 and 7741 on guwikisource{{header | title = [[સૌરાષ્ટ્રની રસધાર ૨]] | author = ઝવેરચંદ મેઘાણી | translator = | section = કરિયાવર | previous = [[કરિયાવર]] | next = | notes = (contracted; show full) એમ કહીને ઢોલરાએ ઢોલિયો ઢાળીને તે પર મશરૂની તળાઇ બિછાવી. પણ આણલદેને તો એ ગોખરુની પથારી બરાબર છે: કિમ સોઉં સજણા, મું સૂતેય સખ નહિ, પાંપણનાં પરિયાણ, ભાળ્યાં પણ ભાંગે નહિ. "મારે શી રીતે સૂવું? મારી બે પાંપણો નોખી પડી ગઈ છે, એ દેવરાનાં દર્શન કર્યા વિના તો ભેળી જ થાય તેમ નથી. પોપચાં બિડાવાની જ ના પાડે છે. જે દી એને જોશું તે દી જ હવે તો જંપીને સૂશું, નીકર જીવતર આખુંય જાગવાનું છે." મનાવી મનાવીને ઢોલરાની જીભના કૂચા વળી ગયા, મનોરથ જેના મનનાં માતા નથી એવો ફાટતી જુવાનીવાળો આહીર આજ પરણ્યાની પહેલી રાતે પોતાની પરણેતરના આવા આચાર દેખીને અંતરમાં વલોવાઇ ગયો. એનાં રૂંવાડાં બેઠાં થઈ ગયાં. એના શરીરમાં થરેરાટી છૂટી અને હોઠ કંપવા લાગ્યાં. ધીરેધીરે ક્રોધ ઊપડવા લાગ્યો, આંખો તાંબાવરણી થઈ ગઈ. 'અરરર ! એક સ્ત્રીની જાત ઊઠીને આટલી હદ સુધી મને તરછોડે ? પરણ્યા પછી પારકા પુરુષનું નામ ન છોડે? એમ હતું તો મને પ્રથમથી કાં ન ચેતવ્યો? મારી ફજેતી શીદ બોલાવી? મને ટળવળતો કાં કરી મેલ્યો? બળાત્કાર કરું? ચોટલે ઝાલીને બહાર કાઢું ? કે આંહીં કટકા કરું ?' થર ! થર ! થર ! થર ! આખું અંગ ધ્રુજી ઊઠ્યું. ધગધગતા શબ્દો હોઠે આવીને પાછા વળી ગયા. 'ના, ના, જીતવા! એમાં એનો શો ગુનો? જન્મનો જે સંગાથી હતો એના પરથી સ્ત્રીનું હેત શી રીતે ખસે? આખો ભવ બાળીને પણ આહીં કુળમરજાદને કાજે મારાં વાસીદાં વાળવા જે તૈયાર થઈ રહી છે એ શું મારવા લાયક, કે પૂજવા લાયક ? હું ભૂલ્યો. મારા સ્વાર્થે મને ભાન ભુલાવ્યું. આવી જોગમાયાને મેં દૂભવી!' અંતરમાં ઊછળેલું બધુંય વિષ પી જઈને ઢોલરો બહાર નીકળ્યો, ઓશરીમાં પથારી નાખીને ઊંઘી ગયો. આણલદેએ આખી રાતનું જાગરણ કર્યું. ભળકડું થાતાં તો આણલદે ઘરના કામકાજમાં સહુની સાથે વળગી પડી. છાણના સૂંડા ભરીભરીને ભેળા કરવા માંડી, વાળવા લાગી અને તેવતેવડી નણંદોની સાથે છાશનું વલોણું ઘુમાવવા લાગી. સાસુજીએ ઊઠીને નવી વહુને ધૂળરાખમાં રોળાતી દેખી. "અરે દીકરા, આવીને તરત કાંઇ વાસીદાં હોય? મેલી દે સાવરણી. હમણાં તો, બેટા, તારે ખાવાપીવાના ને હરવા ફરવાના દી કે'વાય." "ના, ફુઇ, મને કામ વગર ગોઠે નહિ. પાંચ દી વે'લું કે મોડું કરવું તો છે જ ને ?"⏎ ⏎ (અપૂર્ણ) All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikisource.org/w/index.php?diff=prev&oldid=7741.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|