Difference between revisions 7976 and 7990 on guwikisource

{{header
 | title      = [[સૌરાષ્ટ્રની રસધાર ૨]]
 | author     = ઝવેરચંદ મેઘાણી‎
 | translator = 
 | section    = કરિયાવર
 | previous   = [[કરિયાવર]]
 | next       =  [[રા'નવઘણ]]
 | notes      = 
}}

શેત્રુંજીના કાંઠા બારેય માસ લીલાછમ રહેતા. ગોઠણ ગોઠણ-વા ઊંચુ ખેડવાનું ખડ આઠેય પહોર પવનમાં લહેરિયાં ખાતું, અને બેય કાંઠાની ભેંસો, ડુંગરાના ટૂકને તોડી નાખે તેવાં જાજરમાન માથાં હલાવી, પૂછડાં ફંગોળી ઊભે કાંઠે ચારો ચરતી, પાસેની ગીરમાંથી સાવજની ડણકો સંભળાતી.

(contracted; show full)

ઘડિયાં લગન લેવાયાં. થડોથડ બે માંડવા નખાયા. એકમાં દેવરા અને આણલદેની જોડ બેઠી. બીજામાં ઢોલરો અને દેવરાની બે બહેનોની ત્રિપુટી બેઠી. જોડાજોડ વિવાહ થયા. અને પછી તો પાંચ છોકરાં ને છઠ્ઠી ડોશી છયે માનવીની છાતીઓમાં સુખ ક્યાંય સમાયાં નહિ, છલકાઇ ગયાં. સહુએ સાથે બેસીને જુવારનો ખીચડો ખાધો.

'''[[ઝવેરચંદ મેઘાણી]]'''