Difference between revisions 7752 and 7976 on guwikisource

{{header
 | title      = [[સૌરાષ્ટ્રની રસધાર ૨]]
 | author     = ઝવેરચંદ મેઘાણી‎
 | translator = 
 | section    = કરિયાવર
 | previous   = [[કરિયાવર]]
 | next       = 
 | notes      = 
(contracted; show full)
"બાપુ ! ગઈ વાતને પછેં ભવ બધો સંભાર્યા જ કરાય? હવે તથ્યા મેલી દે ને એ વાતની !"

"ના, મા, એવું કાંઇ નથી." એટલું બોલતાં દેવરાને ગળે ડૂમો ભરાઇ આવ્યો.

દેવરાની બે જુવાન બહેનો ઓશરીના ખરણિયામાં ખીચડો ખાંડતી હતી; તેમની આંખમાં પણ ભાઇનું ગળેલું શરીર જોઇ જોઇને ઝળઝળિયાં આવી ગયાં.


(અપૂર્ણ)"ઠીક, માડી ખીચડો કરજો, સહુ ભેળાં બેસીને આજ તો ખાશું."

"બસ, મારા બાપ !"

ડોશીને તો જાણે બારે મેઘ ખાંગા થઈ ગયા.

બરાબર એ ટાણે એક બાવો ને બાવણ એકતારો વગાડતાં ચાલ્યાં આવે છે, ને ભજનનાં વેણ સાંભળી દેવરાના કાન ચમકે છે :

પે'લા પે'લા જુગમાં રાણી, તું હતી પોપટીને

અમે રે પોપટ રાય, રાજા રામના.

ઓતરા ખંડમાં આંબલો પાક્યો ત્યારે,

સૂડલે મારી મને ચાંચ, રાણી પીંગલા !

ઇ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને,

તોયે નો હાલી તું મોરી સાથ, પીંગલા !

દનડા સંભારો ખમ્મા, પૂરવ જલમના સે'વાસના.

દેવરાને ભજન બહુ પ્યારું લાગ્યું, એણે બાવા-બાવણને બોલાવી પોતાની ઓશરીએ બેસાડ્યા, ભજન આગળ ચાલ્યું:

બીજા બીજા જુગમાં રે તું હતી મૃગલી ને,

અમે મૃગશેર રાય, રાજા રામના,

વનરા રે વનમાં સાંધ્યો પારાધીડે ફાંસલો ને,

પડતાં છાંડ્યા મેં મારા પ્રાણ, રાણી પીંગલા !

ઇ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને,

તોય નો આવી તું મોરી પાસ, પીંગલા !

દનડા સંભારો ખમ્મા, પૂરવ જલમના સે'વાસના.

સાંભળી સાંભળીને દેવરાની છાતી વીંધાવા લાગી:

ત્રીજા ત્રીજા જુગમાં રે તું હતી રાણી, બામણી ને,

અમે હતા તપેસર રાય, રાજા રામના.

કંડળિક વનમાં રે ફૂલ વીણવા ગ્યા'તાં મુને,

ડસિયલ કાળુડો નાગ, રાણી પીંગલા !

ઇ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને,

તોય નો આવી તું મોરી પાસ, રાણી પીંગલા !

દનડા સંભારો ખમ્મા, પૂરવ જલમના સે'વાસના.

ચોથા ચોથા જુગમાં રે તું રાણી પીંગલા ને,

અમે ભરથરી રાય રે,

ચાર ચાર જુગનો ઘરવાસ હતો જી રે

તોય નો હાલી તું મોરી સાથ, રાણી પીંગલા !

આડોશીપાડોશી તમામ ભજન ઉપર થંભી ગયા છે. દેવરા જેવો વજની છાતીવાળો જુવાન પણ આંસુડાં વહાવી રહ્યો છે, ઘરમાં ઘરડી મા રડે છે. ઓશરીમાં જુવાન બે બહેનો રુએ છે. પાલવડે આંસુડાં લૂછતાં જાય છે, 'તોય નો આવી તું મોરી પાસ-'ના પડઘા ગાજી રહ્યા છે, તે વખતે વેલ્યની ઘૂઘરમાળ રણકી, અને ડેલીએ જાણે કોઇએ પૂછ્યું કે "દેવરા આયરનું ઘર આ કે?"

પોતાનું નામ બોલાતાં તરત દેવરો ડેલીએ દોડ્યો અને કોઇ પરદેશી પરોણાને દેખીને, ઓળખાણ નહોતી છતાં, વહાલું સગું આવ્યું હોય તેવે અવાજે કહ્યું, "આવો, બા, આવો, આ ઘર રામધણીનું, ઊતરો."

ઠેકડો મારીને ગાડાખેડુ નીચે ઊતર્યો. બેય જણા ખભે હાથ દઈને ભેટ્યા. બળદનાં જોતર છોડી નાખ્યાં. મહાદેવના પોઠિયા જેવા રૂડા, ગરુડના ઇંડા જેવા ધોળા અને હરણ જેવા થનગનતા બે બળદોને અમુલખ ભરત ભરેલી ઝૂલ્યો ઉતારી લઈને દેવરે ગમાણમાં બાંધી દીધાં. નાગરવેલ જેવું અષાઢ મહિનાનું લીલું ઘાસ નીર્યું. ગળે ઘૂઘરમાળ બાંધેલી તે બજાવતા બેય બળદ ખડ બટકાવવા મંડ્યા. અને પછી હિંગળોકિયા માફાનો પડદો ઊંચો કરીને કંકુની ઢગલીઓ થાતી આવે તેવી પાનીઓવાળી એક જોબનવંતી સ્ત્રી નીચે ઊતરી. વેલ્યનો ગાડાખેડુ મોખરે ચાલ્યો, સ્ત્રીએ પાછળ પગલાં દીધાં. અજાણ્યો ગાડાખેડુ ઓશરીએ ચડ્યો અને ડોશીને ટૌકો કર્યો, "આઇ, આ અમારી બે'નને પોખી લ્યો."

ચકિત થતાં ડોશી બહાર આવ્યા. આ બે'ન કોણ? પોંખણા શાનાં? આ ગાડાખેડુ ક્યાંનો? કાંઇ સમજાતું નથી. ગાડાખેડુએ પોતાની સાથેની સ્ત્રીને કહ્યું: "બોન, બાપ, સાસુને પગે પડ."

યુવતીએ ડોશીના પગમાં માથું ઢાળી દીધું. વગર ઓળખ્યે ડોશીએ વારણાં લીધાં. દેવરાની બન્ને બહેનો મહેમાનને ઘરમાં લઈ ગઈ, અને દેવરો તો ઓશરીએ આવીને ઢોલરા સામે ચકળવકળ તાકી જ રહ્યો. "ઓળખાણ પડે છે?" ઢોલરાએ પૂછ્યું.

"થોડી થોડી ! તાજા જ જોય હોય એવી અણસાર છે."

"હું ઢોલરો, દેવરા! તારું હતું તેને ચોરી ગયેલો, તે આજ પાછું દેવા આવ્યો છું."

"શું, ભાઇ?"

"તારું જીવતર, તારી પરણેતર."

"મારી પરણેતર ?"

"હા, બાપ, તારી પરણેતર. હૈયાના હેતથી તને વરેલી ઇ તારી પરણેતર, મેં ભૂલથી વેચાણ લીધેલી. વહેવારને હાટડે માનવી વેચાતાં મળે છે; પણ માનવીએ માનવીએ ફેર છે, એની મને જાણ નહોતી, દેવરા !"

"આયર ! ભાઈ !" એટલું જ બોલાયું. દેવરાની છાતી ફાટવા લાગી.

"દેવરા, જરાય અચકાઇશ મા, હું પરણ્યો ત્યારથી જ એ તો મા-જણી બોન રહી છે." કપાળ ઉપર પરસેવાનાં ટીપાં બાઝ્યાં હતાં તેને લૂછતો લૂછતો દેવરો કંઇક વિચારે ચડી ગયો. પછી મનમાં નક્કી કર્યું હોય એવા અવાજે પોતાની માને સાદ પાડ્યો, "માડી! બેય બોનુંને પાનેતર પહેરાવો અને કટંબને બોલાવો; ઝટ કરો સમો જાય છે."

ઢોલરો ચેત્યો, "અરે ભાઇ, આ તું શું કરછ? હું આટલા સારુ આવ્યો'તો?"

"ઢોલરા, તેં તો એવી કરી છે કે મારું ચામડું ઊતરડી તારી સગતળિયું નખાવું તોય તારો ગણ ન જાય ! અને તારા જેવા આયરને મારી બોનું ન દઊં તો હું કોને દઈશ?"

"પણ, ભાઇ બે -"

"બોલ મા !"

દીકરિયું દેવાય, વઉવું દેવાય નહિ,</br>
એક સાટે બે જાય, ઢાલ માગે તોય ઢોલરો

"ઢોલરા, ભાઇ, દીકરીઓ તો દેવાય, પણ પોતાની પરણેતરને પાછી આણીને સોંપી દેવી, એ તો મોટા જોગીજતિથીય નથી બન્યું. હું બે આપું છું, તોપણ તારી ઢાલ(તારું લેણું) તો મારા ઉપર બાકી જ રહેલી જાણજે."

ઘડિયાં લગન લેવાયાં. થડોથડ બે માંડવા નખાયા. એકમાં દેવરા અને આણલદેની જોડ બેઠી. બીજામાં ઢોલરો અને દેવરાની બે બહેનોની ત્રિપુટી બેઠી. જોડાજોડ વિવાહ થયા. અને પછી તો પાંચ છોકરાં ને છઠ્ઠી ડોશી છયે માનવીની છાતીઓમાં સુખ ક્યાંય સમાયાં નહિ, છલકાઇ ગયાં. સહુએ સાથે બેસીને જુવારનો ખીચડો ખાધો.

'''[[ઝવેરચંદ મેઘાણી]]'''