Difference between revisions 9839 and 9861 on guwikisource{{header | title = દીકરો![[સૌરાષ્ટ્રની રસધાર ૨]] | author = ઝવેરચંદ મેઘાણી | translator = | section = ૮. દીકરો! | previous = ⏎ | next = [[સૌરાષ્ટ્રની રસધાર ૨/૭. આલમભાઈ પરમાર|૭. આલમભાઈ પરમાર]] | next = [[સૌરાષ્ટ્રની રસધાર ૨/૯. ઢેઢ-કન્યાની દુવા|૯. ઢેઢ-કન્યાની દુવા]] | notes = }} ‘આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે.’ એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી, વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે; અને જાણે કોઈ ખંડિયાની પાસેથી નજરાણું લેતો હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે. એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે. (contracted; show full) દરબાર ઘેર પહોંચ્યા, ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું : ‘બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં આંહીં રાખ્યો છે.’ એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી. લાખા વાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ. દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો : ‘બેટા ! દુનિયા કહેતી’તી કે લાખા વાળાને દીકરી છે; પણ ના, ના, મારે તો દીકરો છે !’ [[ઝવેરચંદ મેઘાણી]] [[category:ગુજરાતી]] [[category:Gujarati]] [[category:ઝવેરચંદ મેઘાણી]]'''[[સૌરાષ્ટ્રની રસધાર ૨]]''' All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikisource.org/w/index.php?diff=prev&oldid=9861.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|