Difference between revisions 9861 and 14455 on guwikisource

{{header
| title      = [[સૌરાષ્ટ્રની રસધાર ૨]]
| author     = ઝવેરચંદ મેઘાણી
| translator =
| section    = ૮. દીકરો!
| previous   = [[સૌરાષ્ટ્રની રસધાર ૨/૭. આલમભાઈ પરમાર|૭. આલમભાઈ પરમાર]]
| next       = [[સૌરાષ્ટ્રની રસધાર ૨/૯. ઢેઢ-કન્યાની દુવા|૯. ઢેઢ-કન્યાની દુવા]]
| notes      =
(contracted; show full) ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે. દેવાતને જ રીઝવવા સારુ સહુ મથે છે. દેવાતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે. દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને. આઘેની એક થાંભલીને થડ ડિલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મરદ બેઠેલો છે. પછેડીની પલાંઠ ભીડી છે. એની મૂછો ફરકી રહી છે. એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે કે : ‘કાઠીઓમાં આ કઢીચટ્ટાપણું ક્યારથી પેઠું, ભાઈ ? જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાત વાંક ?’

‘ચૂપ, ભાઈ ચૂપ ! આપા લાખા ! તું હજી છોકરું છો. તારું લાખાપાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું. નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેરિયું દેવા દોડ્યો જાત.’

‘હું ? મારા આંબાની કેરિયું હું દેવાતને ડરથી દેવા જાઉં ? ના, ના. એથી તો ભલું કે સૂડા, પોપટ ને કાગડા મારાં ફળને ઠોલે. કાઠીના દીકરા તો સહુ સરખા : કોણ રાંક, ને કોણ રાણા ! આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી.’

બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો. એના બોલ ડાયરાને કાને પડ્યા, અને વચ્ચોવચ બેઠેલા વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું. ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું : ‘ઈ કોણ મુછાળો ચાંદાં કરે છે ત્યાં બેઠો બેઠો ? ઉઘાડું બોલો ને, બાપા !’

‘આપા દેવાત વાંક !’ આદમીએ થડક્યા વિના જવાબ દીધો : ‘ઈ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સહુ સરખા; છતાં કાઠી ઊઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય, ઈથી તો આપા દેવાતને પણ દુખ્ખ થાવું જોવે – હરખાવું નો જોવે.’

‘આપા લાખા વાળા ! તયેં તો હવે લાખાપાદર ફરતા ગઢ બંધાવજે, બા !’

‘તું તારે ચડી આવજે, આપા દેવાત ! હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું, પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ; આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ.’

‘લે ત્યારે, લાખા વાળા !’ એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળિમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું : ‘લાખાપાદરને માથે જો હું મીઠાનાં હળ હાંકું, તો તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે, નીકર….’

‘હાં….હાં…..હાં…. ગજબ કરો મા, બા !’ એમ કરતો આખો ડાયરો આડો પડ્યો. ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું : ‘આપા, લાખો વાળો તો બાળક છે, એને બોલ્યાનું ભાન નથી. તમારે સમદરપેટ રાખવું જોવે.’

‘ના, ના, આપા દેવાત ! મારું નોતરું અફર જાણજે હો કે !’ એમ કહીને લાખો વાળો તલવાર-ભાલો લઈને ઊઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કહેતો ગયો : ‘કાઠી તો સંધાય સમવડિયા. કાઠીમાં ઊંચનીંચ ન હોય; પણ તમે સહુએ બી-બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણાં દેવાનો મોખ નથી. બાંધે એની તરવાર, અને ગા વાળે ઈ અરજણ; એમાં ભેદભાવ ન હોય.’ એટલાં વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોઝડી ઘોડી હાંકી ગયો. લાખાપાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ (contracted; show full)ની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહીતરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહિ. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાંયડીએ રમેલી; કછોટા ભીડીને ઝાડવે ચડેલી; ધરામાં ઢબીઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી; શેલ નદીના ઘૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું : ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં, શેલ નદીના કાંઠા ગુંજી ઊઠે એવો ‘તેજમલ ઠાકોર’નો રાસડોયે કંઈ કંઈ વાર ગાયો હતો :

<poem>
ઉગમણી ધરતીના, દાદા, કોરા કાગળ આવ્યા રે,

……… એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે.

કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે,

………. ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે.

શીદને રોવો છો દાદા, શું છે અમને કે’જો રે,

……….. દળકટક આવ્યું દીકરી, વારે કોણ ચડશે રે !

સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે’વાણા રે !

…………. હૈયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું રે.<br /
</poem>

દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખા વાળાનો આતમરામ એ વછેરો ! દેવાતે વિચાર્યું કે ‘આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ; લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે !’ પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો, માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઈની સામે રહ્યો.
ઓરડામાંથી મા કહે છે કે, ‘બેટા હીરબાઈ, આંહીં આવતી રહે.’

પણ હીરબાઈ શું જોઈ રહી છે ? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળિયું ! વિચાર કરવાનો એને વખત નહોતો, એણે ભાલો ઉપાડ્યો; ત્યાં ઊભાં ઊભાં જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભચ દેતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો.

નીચે ઊતરી દેવાતની જ તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂક્યા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી : ‘માડી, પછેડી લાવ્ય, ગાંસડી બાંધીએ.’ દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી, કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે કે, ‘ગઢવા, ચલાળે જાઓ, ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. આંહીં આવીને એક વાર મારે મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે.’

ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખા વાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્યાં ! ‘હવે હું શું મોઢું લઈ લાખાપાદર આવું ? પરબારો શત્રુઓને હાથે જ મરીશ….. પણ એકની એક દીકરીના સમ ! ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે ? મારાં સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતિ સૂઝે શું ? કાંઈક કારણ હશે ! જોઉં તો ખરો.’

દરબાર ઘેર પહોંચ્યા, ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું : ‘બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં આંહીં રાખ્યો છે.’ એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી. લાખા વાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ. દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો : ‘બેટા ! દુનિયા કહેતી’તી કે લાખા વાળાને દીકરી છે; પણ ના, ના, મારે તો દીકરો છે !’

'''[[સૌરાષ્ટ્રની રસધાર ૨]]'''